________________
શ્રી મોહનલાલ ચુનીલાલ ધામી: સંઘર્ષ વાત તેમને કહીશ નહીં. વાત સાંભળીને બિચારાં નકામાં દુઃખી થશે. માત્ર એટલું જ કહેજે કે તમારી પુત્રી ઘણી સુખી છે અને તમારા આશીર્વાદ ઈચ્છે છે.”
દાસી આ શબ્દો સાંભળીને વધારે પ્રભાવિત બની. તે તરત સુદંત શેઠના ભવન તરફ રવાના થઈ.
પિતાની પ્રિય કન્યા વગર સુદંત શેઠ અને તેનાં પત્નીને ભારે દુઃખ થતું હતું. રાજરજવાડામાં કન્યા આપીને ભારે પંચાત ઊભી કરી એમ તેમને લાગતું હતુંઃ ન કન્યા મળવા આવી શકે કે ન માબાપ ત્યાં જઈને મળી શકે ! આ કરતાં તે કોઈ ગરીબ વણિક પુત્ર વેરે કન્યાને પરણાવી હોત તો જમાઈને પણ ઘેર રાખી શકાતા અને પુત્રી નજર સામે જ રહેત ! પણ હવે શું થાય ?
વહેલી સવારે દાસી સુદંત શેઠને મળી અને બોલી : “આપનાં સુપુત્રી આનંદમાં છે. આજ એમને જન્મદિવસ છે એટલે આ બે પાન આપને માટે મોકલ્યાં છે ને આપના આશીર્વાદ માગ્યા છે.”
સુદંત શેઠે બન્ને પાન લઈ લીધાં. દાસીની વાત પરથી જ તે સમજી ગયો હતો કે પાનનાં આ બીડાં પાછળ અવશ્ય કંઈક રહસ્ય છે. સુદતે દાસીને કહ્યું : “દાસી, અમારા આશીર્વાદ તે સદાય એનું રક્ષણ કરતા જ રહે છે. અમે તે આજ નિરાશ થઈ ગયાં હતાં? રાજસુખમાં પડેલી કન્યા માતાપિતાને વીસરી તો નહિ ગઈ હેય ને? તું ઘડીક બેસજે. હું આવું છું.”
શેઠ અંદરના ઓરડે ગયા, દસ સુવર્ણ મુદ્રાઓ લઈને આવ્યા અને દાસીને આપતાં બોલ્યા: “આ બક્ષિસ તું સ્વીકારજે અને મારી કન્યાને કહેજે કે માતાપિતા બને તને ખૂબ યાદ કરે છે.”
દાસી વિદાય થઈ
શેઠ બને પાન ખેલ્યાં. એક પાનમાં એક તાલપત્ર ઘડી વાળીને ગોઠવ્યું હતું. તે કાઢીને જોયુ તે અંદર પુત્રીને સંદેશ હતે.
મનમોહિનીએ એ સંદેશમાં પિતે ક્યાં છે, કેવી રીતે રહે છે, તે સઘળી માહિતી આપી હતી અને ઉપવનની ઉત્તરે થોડે જ દૂર એક ખંડિયેર મંદિર છે, ત્યાંથી ભેંયરું ખેદાવીને પિતાના ભૂગર્ભગૃહમાં તેને છેડે પહોંચાડવાની વિનતિ કરી હતી; સાથોસાથ જણાવ્યું હતું કે આ કાર્ય વહેલું નહીં કરે તે આપની એકની એક કન્યાનું મૃત્યુ નિશ્ચિત છે !
સંતાનનું દુઃખ દૂર કરવા માબાપ ગમે તે ભેગ આપવા તૈયાર થતાં જ હોય છે. અને તેમાંય એકના એક સંતાનનું દુઃખ દૂર કરવા તેઓ કેમ શાંત બેસી રહે? - બીજે જ દિવસે તેમણે એક શિલ્પશાસ્ત્રી, જે તેને ખાસ મિત્ર હતું, તેને બોલાવ્યા તેને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યો. શિલ્પશાસ્ત્રી એ સ્થળ બરાબર જોઈ આવ્યું. બે દિવસ વિચાર કરીને શિલ્પશાસ્ત્રીએ નિર્ણય કરી લીધું. અને જીર્ણ મંદિરના ઉદ્ધારના
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org