________________
॥ नमामि वीरं गिरिसारधीरम् ॥
પ્રકરણ પહેલું સ્થાપના અને શરૂઆત
નમો રિસ–શ્રીસંઘ એ ચેતનવંતું તીર્થ છે અને તત્વજ્ઞાન અને ધર્મ બન્નેને સમાવેશ એમાં થાય છે; એ બન્નેને આધાર પણ એ જ છે. વળી, શ્રીસંઘને મહિમા એ જ ધર્મને મહિમા અને ધર્મનો મહિમા એ જ શ્રીસંઘનો મહિમા બની રહે છે. અને જ્યારે ધર્મ અને શ્રીસંઘ એકરૂપ બની જાય છે ત્યારે જ ધર્મતીર્થ પ્રભાવશાળી " બને છે, અને માનવસમાજ એના પવિત્ર આરે કૃતાર્થતા અનુભવે છે. સંઘબળ એ સાચું કાર્યસાધક બળ ગણાય છે; શક્તિનો સ્ત્રોત પણ સંઘમાંથી જ પ્રગટે છે, અને એની શક્તિની તોલે બીજી કોઈ શક્તિ આવી શકતી નથી. આ શ્રીસંઘ એ જાજરમાન જગમ તીર્થ છે; અને તેથી તીર્થકર ભગવાન પણ એને નમસ્કાર કરે છે? જો તિરસ એ ધર્મ, શા જતન કરેલી સંઘતીર્થના મહિમાનું ગાન કરતી ભગવાન તીર્થંકરની પવિત્ર વાણી છે.
ધમ ધમર્ષિના–ધર્મની ચેતના ટકી રહે છે એના અનુયાયીઓનો આધારે. જે ધર્મના અનુયાયીઓનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય છે, એ ધર્મ પણ છેવટે નામશેષ થઈને માત્ર ઈતિહાસને વિષય બની રહે છે. એટલે તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચારે અંગેનું જતન કરવું અને એ બધાંય અંગે શક્તિશાળી બને એનું પૂરતું ધ્યાન રાખવું એ શ્રીસંઘની ફરજ માનવામાં આવી છે. બીજી રીતે કહીએ તો, સાતે ક્ષેત્રની બરાબર સાચવણું કરવામાં જ શ્રીસંઘનું સંઘપદ અને કર્તવ્ય ચરિતાર્થ થાય છે. જેટલા પ્રમાણમાં શ્રીસંઘ પિતાના આ કર્તવ્યનું પાલન કરે છે, તેટલા પ્રમાણમાં ધર્મ અને સંઘ બને તેજસ્વી બને છે અને બન્નેને મહિમા વિસ્તરે છે. જેને સંસ્કૃતિની ચડતી પડતીને ઈતિહાસ આ વાતની સાખ પૂરે છે.
સહુ કોઈના અભ્યય માટે સમયે સમયે તીર્થકર ધર્મતીથની પ્રરૂપણ કરે છે. આ ધર્મતીર્થના પવિત્ર આરે કેવળ શ્રીસંઘનું જ નહીં, માનવમાત્રનું કલ્યાણ થાય છે. અને એ ધર્મતીર્થને આદેશ તો મિત્તા મે સમૂહુ, વેર અન્ન ન ૪-જગતના જીવમાત્ર સાથે મૈત્રીસંબંધ બાંધવાને અને કોઈ પણ જીવની સાથે વૈશ-વિરોધ નહી રાખવા—-જેટલે વ્યાપક છે. આકાશના જેવા વ્યાપક અને શિરછત્ર સમા સુખકારક આ ધર્મ-આદેશના પાલન અને પ્રસાર માટે પ્રયત્ન કરવાનું શ્રીસંઘને કહેવામાં આવ્યું છે. શ્રીસંઘ જેટલા પ્રમાણમાં આ માટે નિષ્ઠા અને દષ્ટિપૂર્વક પ્રયત્ન કરે છે, તેટલા પ્રમાણમાં આ સર્વકલ્યાણકારી આદેશને લાભ પિતાને તેમ જ વિશ્વને મળે છે, અને ધર્મતીર્થની સાચી પ્રભાવના પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org