________________
૧૨
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ પહોળાઈ લા ૪૪ ઈંચની છે. આ રાસની બીજી પ્રતિઓ અમદાવાદ, પાટણ, વડોદરા, પાલનપુર, ખેડા આદિ જ્ઞાનભંડારમાં છે, તે મારા ધ્યાનમાં છે. પરંતુ જામનગરમાંથી મળેલી પ્રતિ કર્તાના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલ છે એથી તેને મુખ્ય સ્થાન આપીને આ રાસનું સંપાદન મેં કર્યું છે. જે ભંડારમાંથી આ પ્રતિ મેળવી છે તે ભંડારના સૂચીપત્રમાં આ પ્રતિની માહિતી આ પ્રમાણે છે –
મદન-ધનદેવરાસ, ગૂ. પિથી ૯૪ નં. ૬૩૬, પત્ર ૧૬, કર્તા શ્રી પદ્યવિજયજી, રાસગાથા ૫૯, લેખન-કાલ ૧૯મું શતક, રચના-સંવત ૧૮૭૫, લખ્યા-સંવત ૧૮૭૫, કારણ કે કર્તાના પિતાના હસ્તાક્ષરથી લખાયેલી પ્રતિ છે.
રાસને કથાસાર રાસની રચનાને હેતુ વિશેષતઃ સંસારની અસારતા બતાવીને ધર્મબંધ આપીને માનવીને ધર્માભિમુખ બનાવવાનું છે. આ રાસમાં મદન અને ધનદેવની કથા દ્વારા કવિ સંસારની વિષમતા બતાવવા માગે છે. તેમાં પણ સંસારમાં બે પત્ની કે વધારે પત્ની હોય એવા નાયકની કેવી વિષમ સ્થિતિ થાય છે, તે આ કૃતિમાં બતાવ્યું છે. તે સાથે સ્ત્રીચરિત્ર કેવું હોય છે, તે પણ બતાવ્યું છે.
આ રાસમાં ૧૯ ઢાળે છે. એને ઢાળવાર કથાસાર નીચે આપવામાં આવે છે –
પહેલી ઢાળ–કુશસ્થળ નામના નગરમાં મદન નામને શ્રેષ્ઠી હતું. તેને નામથી અને ગુણથી ચંડા અને પ્રચંડા નામની બે સ્ત્રીઓ હતી. મદન શેઠ બ પર સરખે પ્રેમ રાખતો હતે; પરંતુ બન્ને નહીં જેવા કારણે કલહ કરતી હતી. તેથી મદન શેઠે પ્રચંડાને નજીકના બીજા ગામમાં રાખી અને એક એક દિવસને નિયમ કરીને મદને શેઠ એક એકને ઘેર જવા-આવવા લાગ્યા. એક વખત મદન શેઠ પ્રચંડાને ઘેર એક દિવસ વધારે રહ્યો, ત્યાર પછી ચંડાને ઘેર ગયો. ચંડા ખૂબ કે પાયમાન થઈ, એણે તેની સન્મુખ સાંબેલું ફેંકયું. તેનો પ્રકોપ જોઈ મદન ત્યાંથી નાઠે. કેટલેક દૂર જઈ પાછું જોયું, તે મુશળના બદલે ભયંકર સર્પ આવતે જોઈને એ ગભરાઈ ગયે ને દેડતે દેડતે પ્રચંડાના ઘેર ગયે. પ્રચંડાએ પૂછયું : “પ્રિય! તું કેમ આટલે બધે વ્યાકુળ થયો છે?” ત્યારે તેણે ચંડાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી પ્રચંડ બોલીઃ “મનમાંથી ભય દૂર કર અને સ્વસ્થ થા. હમણાં તેને ઉપાય કરું છું.”
બીજી ઢાળ–પિલે ભયંકર સર્પ તેણીના ઘરના આંગણામાં આવ્યું. તેને જોઈને તેણુએ પિતાના શરીરના મેલની ગોળીઓ કરીને તે સર્પની સામે ફેંકી. એ ગોળીઓના નેળિયા થઈ ગયા અને એમણે સર્પના કકડેકકડા કરી નાખ્યા. આ જોઈને મદન શેઠ વિચાર કરવા લાગ્યાઃ ચંડાના કોપથી બચવા હુ આ પ્રચંડાને શરણે આવ્યા. પરંતુ આ પ્રચંડા પણું કેપ કરે તે મારે કોનું શરણ લેવું? માટે આ બન્ને સ્ત્રીને ત્યાગ કરીને પરદેશ ચાલ્યા જાઉં. આ પ્રમાણે વિચારી મદન શેઠ એક દિવસ પુષ્કળ ધન લઈને દેશાંતર ચાલ્યા ગ. કેટલાક દિવસે તે સ્વર્ગ સમાન સંકાશ નગરીના ઉદ્યાનમાં વિશ્રાંતિ લેવા માટે બેઠે. તે વખતે ત્યાં આવેલા ભાનુદત્ત શ્રેષ્ઠીએ એને કહ્યું: “મદન, તું ભલે આવ્યો. ચાલ મારા ઘેર.” મને એમના ઘેર ગયે, ભાનુદન્ત સ્નાન, ભેજન વગેરે કરાવી પોતાની પુત્રીને આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org