________________
૧૯૮
વિદ્યાલયની વિકાસકથા મૂળજી, શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરી, શ્રી મકનજી જૂઠાભાઈ મહેતા, શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠા, શ્રી કમલભાઈ ભુદરદાસ વકીલ, શ્રી મેહનલાલ ખેડીદાસ શાહ, શ્રી નાગકુમારભાઈ મકાતી, શ્રી છગનલાલ લક્ષમીચંદ શાહ વડુવાળા વગેરે સંખ્યાબંધ મહાનુભાવોની સેવાઓ વિદ્યાલયને મળી હતી. એ બધાય તેમ જ નાના–મેટા, નામી-અનામી બીજા બધાય વિદેહ આત્માઓને આપણી પ્રણામ સાથેની ભાવભરી અંજલિ હે! એમની યાદ આપણને સેવામાર્ગની પ્રેરણા આપનારી બને !
આપણું શ્રદ્ધાંજલિ અહીં પૂરી થાય છે.
અને હવે આપણી નજરે પડે છે. વિદ્યાલયના વર્તમાન નિષ્ઠાવાન કાર્યકરોની લાંબી કતાર. એ સૌ તે ઇતિહાસના વિષય નહીં પણ ઈતિહાસના ઘડવૈયા છે. એમના હાથે હજી તે વિદ્યાલયને વિશેષ ઉત્કર્ષ સધાવાનું વધુ યશનામી કામ થવાનું છે. એમને પરિચય ઈતિહાસના શબ્દ નહીં પણ એમનાં સેવા કાર્યો જ આપી રહેલ છે. વિદ્યાલયની તેમ જ ધર્મ, સમાજ અને દેશની વિશેષ સેવા કરવા એ સૌ કાર્યકર મહાનુભાવે તંદુરસ્તી અને સુખ-શાંતિભર્યું દીર્ઘ આયુષ્ય ભોગવે એવી આપણી અંતરની પ્રાર્થના અને શુભેચ્છા હો!
:
:
IT
,
8
જ
'S
JION:
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org