________________
વિદ્યાલયની વિકાસકથા સુકાન ચલાવવામાં ઘણી જ કિંમતી સેવા બજાવી છે. મેનેજીંગ કમિટીના દરેક સભ્ય તેમના તરફ માન અને પ્રેમની લાગણીથી જોતા અને કઈ પણ પ્રસંગે તેમના ચહેરા ઉપર ગુસ્સો અથવા ઉશ્કેરાવાની લાગણી (ગમે તેવા પ્રસંગે પણ) જોવામાં આવતી નહિ. આવા નરરત્નનું તેમના વતનની અંદર કોઈ બદમાસના હાથે ખૂન થયેલ સાંભળી વિદ્યાલયની જ નહિ પણ જેન કેમની દરેક વ્યકિતને મોટો આઘાત થયું હતું.”
શ્રી મૂળચંદ હરજી-વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારથી જ આ મહાનુભાવે વર્ષો સુધી વિદ્યાલયના આસીસ્ટંટ મંત્રી તરીકે સંસ્થાની ખૂબ સેવા બજાવી હતી. તેમના અવસાન અંગે વિદ્યાલય તરફથી રિપોર્ટ ૩૬, પૃ. ૧૪) અંજલિ આપતાં કહેવામાં આવ્યું છે કે –
આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી મૂક સેવા અર્પનાર બંધુ શ્રી મૂળચંદ હીરજીના તા. ૧૧-૩-૫૧ ના રોજ થયેલ અવસાનની નોંધ લેતાં દુઃખ થાય છે. સંસ્થાને આસીસ્ટંટ સેક્રેટરી તરીકે શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી અનેકવિધ સેવા અપ અને ત્યારપછી વ્યવસ્થાપક સમિતિના એક્ષ ઓફીસીઓ સભ્ય તરીકે સહકાર અને સેવા આપી તે વીસરી શકાય તેમ નથી.”
પિતાપુત્રની બેલડીની ચિરસ્મરણીય સેવાઓ શેઠશ્રી સારાભાઈ મગનભાઈ મોદી અને એમના સુપુત્ર શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીની વિદ્યાલયની સેવાઓ સદાસ્મરણીય અને સૌને સેવાની પ્રેરણા આપે એવી છે. શ્રી સારાભાઈ જાતમહેનત અને શિક્ષણને બળે ગરીબમાંથી તવંગર બન્યા હતા. અને શ્રીમંત બનવા છતાં ગરીબીને વીસરી જવાને બદલે એની મુસીબત યાદ રાખીને ગરીબનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે અને તેઓ પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેથી જ એમણે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે બે લેને વિદ્યાલયને આપી હતી. આવા એક પરગજુ શ્રીમાનનું નાની ઉંમરે જ અવસાન થયું. એમને વિદ્યાલય તરફથી અંજલિ આપતાં ( રિપોર્ટ ૧૭, પૃ. ૯)ગ્ય જ કહેવામાં આવ્યું છે કે
નાની ઉમ્મરના પણ કામ કરવામાં મોટાઓને પણ શરમાવે એવા શેઠ સારાભાઈનું અવસાન આ સંસ્થાને જ નહિ પણ અનેક કેળવણીની સંસ્થાઓને ભારે આઘાત સમાન થઈ પડેલ છે. સામાન્ય સ્થિતિમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે ઉચ્ચ અભ્યાસ કરી તેઓ બી. એ. થયા હતા. તેઓને જેનારને ભાગ્યે જ લાગતું કે તેઓ બી. એ. થયા હશે, તેઓ રહેણીકરણીમાં તદ્દન સાદા, નિરભિમાની અને ઘણી જ ચીવટ અને ચોખવટથી કામ કરનાર હતા. દરેક કાર્યમાં તેમની સલાહ–ખાસ કરીને નાણું વિષયમાં ઘણી જ ઉપયોગી થઈ પડતી. તેઓનું અવસાન લક્ષ્મીનગર–ખારમાં તા. ૨૨-૪-૩૨ ને રોજ થવાથી સંસ્થાએ એક મહાન સ્થંભ ખેલે છે, તેઓએ ઉપરોક્ત [લોન વગેરેની રકમ ઉપરાંત શ્રી યશોવિજ્યજી જૈન ગુરુકુલ પાલીતાણુને શેઠ સારાભાઈ મગનભાઈ જોઈતારામ નામથી એક સુંદર મકાન અર્પણ કરેલ છે. અને બીજી અનેક સંસ્થાઓને નાણાંની મદદ કરી છે. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષાઓ માટે ઇનામની યોજનામાં તેમને ફાળો સુંદર છે. જૈન કેમમાંથી કેળવાએલ વર્ગમાંથી કેળવણું પ્રત્યે ઉદાર સખાવત કરનાર તરીકે શેઠ સારાભાઈ મગનભાઈ મોદીનું નામ સુવર્ણ અક્ષરે ચિરકાળને માટે કેતરાઈ રહેશે.”
અને શ્રી સારાભાઈના સુપુત્ર શ્રી ચંદુભાઈ એ તે પોતાના પિતાએ પિષેલી સંસ્થાની સેવામાં પોતાની કાયા અને પિતાને વેપાર સુધ્ધાં ઘસી નાખ્યાં હતાં, અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org