________________
વિદ્યાલયની વિકાસકથા
જેના અંતરમાં લેાકકલ્યાણની ભાવના ધખકતી હેાય તે વ્યક્તિ દેશભક્તિની ભાવનાથી અસ્પૃષ્ટ રહી જ ન શકે. મહાત્મા ગાંધીજીના નેજા નીચે દેશની સ્વતંત્રતાના અહિંસક સંગ્રામના શ્રીગણેશ મ’ડાયા ત્યારે શ્રી મે।તીચંદભાઈ પણ એના એક અદના સૈનિક બની ગયા. સને ૧૯૩૦ના સત્યાગ્રહસ ગ્રામમાં એ વર્ષ માટે જેલવાસનુ ગૌરવ પણ તેએ લઈ આવ્યા. મુંબઈ પ્રાંતિક કોંગ્રેસ કમીટીના તેએ વર્ષો સુધી સભ્ય રહ્યા હતા. સને ૧૯૨૯માં તે મુંબઈ કારપેારેશનના સભ્ય બન્યા અને છૂટક છૂટક મળીને પંદર વર્ષ સુધી એમણે કારપેારેશન દ્વારા મુંબઈ શહેરની સેવા કરી હતી. મુંબઈ યુનિવર્સિટી સેનેટના સભ્ય તરીકે પણ એમણે શિક્ષણક્ષેત્રની કીમતી સેવા બજાવી હતી.
૧૯૨
શ્રી મેાતીચંદભાઈની જ્ઞાનેાપાસના નિઃસ્વાર્થ અને આત્મપ્રસન્નતાથી પ્રેરાયેલી હતી. સાહિત્યસર્જન દ્વારા અર્થાપાર્જન કરવાની વાત તેા દૂર રહી, ઊલટું પાતા તરફથી કંઈક ને કંઈક અથ વ્યય કરીને તેએ માતા સરસ્વતીની સેવા કરતા હતા. સને ૧૯૪૯માં (તા. ૨૦-૩-૧૯૪૯ના રાજ) તેમની વિદ્યાલયની દીકાલીન સેવાઓના સન્માનરૂપે, સર મણિલાલ ખાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે, એક જાહેર સમારભ યેાજીને રૂા. ૭૦૦૦૧)ની થેલી એમને અણુ કરવામાં આવી; તે વખતે એ રકમ પેાતાની પાસે ન રાખતાં, પેાતાના તરફથી માતા શારદાના ચરણે ફૂલપાંદડીરૂપે રૂા. પ૦૦૦) ઉમેરીને કુલ રૂા. ૭૫૦૦૧) જેવી રકમ એમણે સાહિત્ય-પ્રકાશન માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સોંપી દીધી હતી.
એમનું સાહિત્યસર્જન જેમ વિપુલ છે, તેમ વિવિધ વિષયને સ્પતું પણ છે. આમ છતાં જૈન સાહિત્યની એમની કૃતિએ વિશેષ ધ્યાન ખેંચે એવી છે.
ઉપમિતિ ભવપ્રપંચકથાના અનુવાદ, અધ્યાત્મકલ્પદ્રુમના અનુવાદ, આનંદઘનજીનાં પદ્માનું વિવેચન, શાંતસુધારસનું વિવેચન, જૈન દૃષ્ટિએ યાગ, શ્રી સિદ્ધ િતું ચરિત્ર, શ્રીહેમચંદ્રાચાય તથા મેાતીશા શેઠનાં ચરિત્રા, યુરોપનાં સંસ્મરણા, નવયુગનો જૈન, સાધ્યને માગે, ધ કૌશલ્ય, વ્યવહારકૌશલ્ય, વ્યાપારકૌશલ્ય વગેરે ત્રીશેક પુસ્તકા એમણે લખ્યાં હતાં.
પેાતાની અનેક સેવાએ અને સાહિત્યકૃતિ દ્વારા પેાતાના ચિત્તને આહ્વાદિત અને સમાજને આભારિત કરીને, ૭૨ વર્ષની વયે, મુંબઈમાં, તા. ૨૭–૩-૧૯૫૧ના રાજ શ્રી મેાતીચંદભાઈ સ્વગે સિધાવ્યા ! એમને આપણા પ્રણામ હા !
વિદ્યાલયના કલ્પવૃક્ષ શેઠશ્રી દેવકરણ મૂળજી
માગેા અને આપે એ કલ્પવૃક્ષ. શ્રી દેવકરણ શેઠ તે ઘણીવાર વગર કહ્યે વિદ્યાલયની જરૂરિયાત સમજી જતા અને વગર માગ્યે આપતા. વિદ્યાલયના વિકાસમાં આ રીતે એમના અસાધારણ ફાળેા હતા. શૂન્યમાંથી તેએ પ્રારબ્ધ અને પુરુષાર્થીને ખળે શ્રીમ'ત બન્યા હતા. અને સત્કાર્યોમાં પુષ્કળ ધન ખરચીને તેઓએ પેાતાના જીવનને અને ધનને ધન્ય મનાવ્યું હતું.
* શ્રી મેાતીચ ંદભાઈનાં પુસ્તકાની વિગતવાર પૂરી યાદી એમના વિદ્યાલય તરફથી પ્રગટ થયેલ શ્રી આનંદધનજીનાં પદા ભાગ બીજો' માં આપવામાં આવેલ એમના સવિસ્તર પરિચયમાં આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org