________________
૧૮૪
વિદ્યાલયની વિકાસકથા એમને બોલાવીને કહ્યું. કોલેજને માટે દોઢ લાખ રૂપિયા ભેગા ન કરે ત્યાં સુધી મને માનપત્ર ન ખપે ! * વિ. સં. ૧૯૮૨માં બિનૌલીના હરિજનેએ આવીને આચાર્યશ્રીને કહ્યું, “મહારાજ, હિંદુઓ અમને પાણીને માટે પજવે છે; એ દુઃખ દૂર નહીં થાય તે અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકેએ તરત એમને એક કુવો બનાવી દીધો.
મુંબઈમાં ચોપાટી ઉપરની વિરાટ સભા પૂરી થઈ અને બધા વીખરાઈ ગયા. એક ભાઈએ આચાર્યશ્રીને ચરણસ્પર્શ કરીને કહ્યું : મહારાજ, આપ તે મને શેના ઓળખે? પણ મેરઠમાં આપના પ્રતાપે, આપે મારા માથે વાસક્ષેપ નાખેલે તેથી, હું ફાંસીની સજામાંથી બચી ગયા અને અત્યારે સુખી છું. પણ આચાર્યશ્રીએ તે આથી જરાય ફુલાઈ ગયા વગર રહ્યું, “ભાઈ, આ તે બધે કર્મોને ખેલ છે; બાકી તે નિમિત્ત માત્ર છે.” નિર્મળ જીવનસાધના દ્વારા પ્રગટેલી આવી નિર્મોહવૃત્તિ એ જ સાચી સાધુતા.
અમૃતવાણીની ડીક સરવાણી અંતરના ઊંડાણમાંથી સંવેદનપૂર્વક વહેતી આચાર્ય મહારાજની ભદ્રવાણી જેવી સરળ-સુગમ તેવી જ અંતરસ્પશી રહેતી. એમાં વાણીની છટાને બદલે સંવેદનની આભા રહેતી, અને સત્યને પક્ષ લેવા, અન્યાયને વિરોધ કરવા તેમ જ સૌકોઈના કલ્યાણની આકાંક્ષાને વાચા આપવા એ વહેતી. એ અમૃતવાણીનું થોડુંક આચમન કરીએ – ' “યુવકને નાસ્તિક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળુ કહેવાથી કશો અર્થ સરવાનો નથી. બંનેના હાથ મેળવી સમયને, દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કંઈ કોઈને ઈજા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેક જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે.” (વિ. સં. ૧૯૮૫; અમદાવાદ). - “આપણું દેશની આઝાદીમાં આપણું સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ–શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભોગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણું દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી ચોટીવાળા જન્મતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા જેના સંસ્કાર અને જેવા જેના આચાર તે તેને રંગ ચઢે છે. આત્મા તો બધામાં એક જ છે. સર્વે મેલના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ.” (વિ. સં. ૨૦૦૨; ભાલેરકેટલા)
“સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તો મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળો આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય?” (વિ. સં. ૨૦૦૧; લુધિયાના)
મને બધા ઓળખે છે. મારી પાસે ઘણું કામ છે. મારા આત્માને જે વાત કલ્યાણકારી લાગે છે એ હું નિર્ભયતાપૂર્વક કરું છું. આમાં કોઈની કટોકને નથી માનતો; કારણ કે પ્રવર્તક શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org