SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહાંજલિ ૧૭૫ દૃષ્ટિએ જૈન સંઘનાં તેજ, હીર અને મળનું પ્રસન કરી દીધું છે; અને, ‘કમજોરને ગુસ્સા મહુ ' એ નીતિવાકચ મુજબ, અંદરથી કમજોર ખની ગયેલા જૈન સંઘને અંદરઅંદરના કલેશ-કકાસ અને ઝઘડાઓમાં એરી દીધા છે. આને લીધે સંઘમાં ઇર્ષ્યા અદેખાઈ, રાગ દ્વેષ, નિ ંદાકૂથલી અને મારા-તારાપણાના અનેક દુગુ ણા પ્રવેશી ગયા છે; અને પેાતાના ન હેાય એ ભલે વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચરિત્રવૃદ્ધ સાધુમુનિરાજ હાય તાપણ એમના વિરાધ કે અવવાદમાં આવા દુર્ગુણીના ભાગ ખનેલા માનવીએ જરાય પાછી પાની કરતા નથી. આવે વખતે એ માનવીએ પાયાની એ વાત ભૂલી જાય છે કે રાગદશાથી પ્રેરિત થઈને વ્યક્તિગત નિદામાં પડીને તેએ અમુક વ્યક્તિની નહી' પણ ધર્માંની કે ધર્મમાગની જ નિંદા કરીને ધાર્મિકતાના પાયામાં કુઠારાઘાત કરી રહ્યા છે. આચાર્ય મહારાજના સમાજના ભલા માટેના તેમ જ શાસનની સાચી પ્રભાવના માટેના પ્રગતિશીલ વિચારી ખૂનુ એટલું સેાનું અને નવું તેટલું પિત્તળ’ માનવાના જૂનવાણી વિચારો ધરાવતા શ્રમણસમુદાયને પસંદ પડતા નહીં. એટલે તેએ આચાર્ય શ્રીના કે એવા જ અન્ય વિચારકેાના વિચારોના વિધ કરવામાં, એમના વિચારેના અહાને એમના વ્યક્તિત્વની સામે વિરાધના વટાળ ખડા કરી દેતા. અને એ રીતે વિચારે તે બાજુએ રહી જતા અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વેર વિરાધનુ વાતાવરણ જાગી જતુ. મુંબઈના આ ચતુર્માસમાં શ્રી વલ્લભસૂરિજીની સામે ઠીક ઠીક વિધ દાખવવામાં આવ્યે; અણુછાજતાં હું ખિલા પણ પ્રગટ કરવામાં આવ્યાં. પણ આચાર્ય મહારાજ સ્વય' શાંત રહ્યા અને બધાને શાંત રાખતા રહ્યા. તેએ સમજતા હતા આવી ગંઢકી ઉછાળવામાં વ્યક્તિ ને જે કંઈ નુકસાન થવાનુ, તે ઉપરાંત મુદ્દે શાસને જ ભયંકર હાનિ પહેાંચવાની. આ યુગ એ સ્વદેશી વસ્તુના ઉપયાગના પ્રચારનો અને અહિંસક રાષ્ટ્રીય - લનના ગાંધીયુગ હતા. ગુણગ્રાહક દૃષ્ટિ, પ્રગતિશીલ મનેવૃત્તિ અને જનકલ્યાણની ભાવના ધરાવતા આચાર્ય મહારાજ એનાથી અસ્પૃષ્ઠ રહે એ ન બનવા જેવુ' હતુ'. એમણે કથારના ખાદીનો સ્વીકાર કરીને અને પરદેશી ખાંડને ત્યાગ કરીને પેાતાની રાષ્ટ્રભાવનાને સક્રિય બનાવી હતી. આચાય શ્રીના વિરોધ કરનારાઓને આ વાત ભલે ન રુચી હેાય, પણ એથી આચાર્ય શ્રી રાષ્ટ્રના લેાગુરુ કે ધ`ગુરુ બની શકયા અને ધર્માંદ્ધારની પાતાની વાત વ્યાપક જનસમાજ સુધી પહાંચતી કરી શકયા એ કઈ નાનોસૂના લાભ ન હતા. આ ચતુર્માસ દરમ્યાન પણ તેઓ કેળવણીની, સમાજઉત્કની અને એકતાની વાત એટલી જ લાગણીપૂર્વક સમાજને સમજાવતા રહ્યા. આથી વિદ્યાલય તથા કોન્ફરન્સ જેવી સંસ્થાઓને ઘણા લાભ થયા, એમની સેવાપ્રવૃત્તિઓને ઘણુ પ્રાત્સાહન મળ્યુ અને આચાર્યશ્રીની સમાજના ઉત્કર્ષ ની ભાવનાને સમાજ વધારે સારી રીતે સમજતા થયા અને એમાં સક્રિય અને ઉદાર સહકાર આપતા થયા. આચાર્યશ્રીની આ ચામાસાની આ બધી ધર્મપ્રવૃત્તિ ઉપર સુવર્ણ કળશ ચડાવવામા યશ લીધેા કચ્છના ભાઈ એએ. આચાર્ય મહારાજની ઉદાર દૃષ્ટિને લીધે મુનિ શ્રી સમુદ્ર. વિજયજી મહારાજ વગેરે કચ્છના વીસા એસવાળ મહાજનની વાડીમાં ચતુર્માસ રહ્યા હતા. ચતુર્માસ પછી આચાય મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં એમણે ‘શિક્ષણની જરૂર” ઉપર હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું. એ વાણી મુખમાંથી નહીં પણ સમાજસેવાના ભેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012003
Book TitleMahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1962
Total Pages562
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy