________________
શ્રદ્ધાંજલિ
૧૬૭, કરતું કે કયારે અવસર મળે અને ક્યારે એ બધાનાં મનભરીને દર્શન કરવા ગુજરાનવાલા જઈ પહેચીએ. વિ. સં. ૨૦૦૩ નું ચોમાસું તેઓ ગુજરાનવાલામાં રહ્યા ત્યારે એક બાજુ સ્વરાજ્યપ્રાપ્તિના પડઘમ જોરશોરથી વાગી રહ્યા હતા અને બીજી બાજુ દેશના વિભાજનની પૂર્વતૈયારી રૂપે કોમી તોફાનોએ અસાધારણ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું
–માણસને મારવો એ, તે કાળે, ચીભડાને વધેરવા કરતાં પણ સહેલું બની ગયું હતું. પંજાબની અશાંતિની કોઈ સીમા ન હતી અને ગુજરાનવાલા પણ કેમી ઝનૂને જન્માવેલી અશાંતિને અડ્ડો બની ગયું હતું.
સ્વરાજ્યને આવવાને હજી થોડાં અઠવાડિયાં ખૂટતાં હતાં, પણ કલેઆમ તો ક્યારની શરૂ થઈ ચૂકી હતી. ગુજરાનવાલાના હિંદુઓની સલામતી પૂરેપૂરી જોખમમાં હતી; અને જેનોને પણ એમાં સમાવેશ થતો હતો. કઈ કઈ વહેલાં ચેતીને ચાલી નીકળ્યા તે સિવાય બધાનાં જાન-માલ ભયમાં હતા. આચાર્યશ્રી કેવળ જૈન સંઘના કે હિંદુ જાતિના ભયંકર ભાવીથી જ નહીં પણ આખા દેશના સંકટગ્રસ્ત લાગતા ભાવથી ખૂબ ચિંતિત હતા; અને એમની પારગામી દષ્ટિ દેશના અમંગળ ભાવીનું દર્શન કરાવીને એમને દુઃખી બનાવી મૂકતી હતી. એમની આ લાગણી “આદર્શ જીવન” (પૃ. ૫૩૫)માં નોંધાયેલા નીચેના વાર્તાલાપ ઉપરથી પણ જાણી શકાય છે –
એક ગૃહસ્થ કહ્યું : “ ગુરુદેવ, હિંદુસ્તાનને સ્વરાજ્ય તો મળ્યું, પણ પંજાબના હિંદુઓને માટે તો આ આફત માલૂમ પડે છે.”
“આચાર્યશ્રીએ કહ્યું: “ જ્યારથી મેં ભાગલાની વાત સાંભળી છે ત્યારથી હું ચિંતિત છું કે આપણું ધર્મસ્થાને અને સમાજનું શું થશે ?”
એક જણે કહ્યું: “પાકિસ્તાનમાં લગભગ વીસ શહેર અને કસબ એવાં છે, જ્યાં આપણાં મંદિર અને ધર્મસ્થાનો છે.”
“આચાર્યશ્રીએ કહ્યું : “હિંદુસ્તાનમાં મુસલમાનો રહેશે કે નહીં ? હિંદુસ્તાનમાં હિંદુઓની સાથે મુસલમાને રહી શકશે; પરંતુ પાકિસ્તાનીઓની મનોવૃત્તિ જોતાં હિંદુઓ પાકિસ્તાનમાં રહી શકે એ અસંભવ જેવું લાગે છે. કારણ કે પાકિસ્તાનની રચના થતાં પહેલાં જ મુસલમાને ઉત્તેજિત થઈ રહ્યા છે.”
એકે કહ્યું : “શું પાકિસ્તાન સરકાર બિનમુસ્લિમનું રક્ષણ નહીં કરે ?” આચાર્ય શ્રી ઃ “કરવું તે જોઈએ, પણ સત્તાને મદ ભૂંડે હોય છે.' દિવસે દિવસે સૌની બિનસલામતી વધતી જતી હતી, ચિંતાને કઈ પાર ન હતે. અને ચિંતા કરવાથી કેઈ માર્ગ પણ નીકળે એમ ન હતો. હવે તે હિંમતથી કામ લેવાની અને સંઘ સહિત સહુનું રક્ષણ કેવી રીતે થાય એને માર્ગ શોધવાની જરૂર હતી. જે વ્યક્તિગત જાનમાલની સલામતીના સ્વાર્થમાં સપડાયા તો પિતાને બચાવ ત થતાં શું થાય, પણ સર્વ કેઈ ઉપર સર્વનાશની આફત વરસી જાય એવો કટોકટીને એ સમય હતે અને એની સામે હિંમત, ધીરજ, સ્વસ્થતા, દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાથી કામ લેવાનું હતું.
સ્વરાજ્યની જાહેરાતના સવા મહિના પહેલાં, તા. ૨૭–૪૭ના રોજ શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરને આગ લગાડયાના સમાચાર મળ્યા. અંતર ચિરાઈ જાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org