________________
શ્રદ્ધાંજલિ
૧૪૯ સાહિત્ય તથા સંસ્કૃતિને પ્રચાર કરવાનું યુગકર્તવ્ય બનાવવાનું હતું અને બે સિકા કરતાં પણ વધુ સમય સુધી આચાર્ય વિહોણું રહીને વિશનલ બની ગયેલા જૈન સંઘને સંગઠિત અને શક્તિશાળી બનાવ હતો; સાથે સાથે જિનમૂર્તિ અને જિનવાણુ સામેના આંતરિક તેમ જ બાહ્ય વિરોધનું પણ શમન કરવાનું હતું. આ બધાં કાર્યો તેઓ અપાર પુરુષાર્થ કરીને અને પાર વગરની જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક પૂરાં કરી શકયા એમાં એમની સત્યશોધક જ્ઞાને પાસના અને એમના સમયાનુરૂપ સાહિત્યસર્જનને ફાળો ઘણો મટે છે.
જૈન શાને આત્મસાત્ કરીને તેમ જ ઈતર સાહિત્યને પણ પરિચય મેળવીને એમણે સાહિત્યસર્જનને આરંભ, લગભગ મત પરિવર્તનની સાથે સાથે, ત્રીસેક વર્ષની ઉંમરથી, વિ. સં ૧૯૨૪ની સાલથી કર્યો હતે. એમનું સાહિત્યસર્જન કેવળ મનમેજ ખાતર હોવાને બદલે ધ્યેયલક્ષી હતું, તેથી એમાં વિશેષ સચોટપણું આવ્યું હતું એમ કહેવું જોઈએ.
વિ. સં ૧૯૨૪માં “નવતત્ત્વથી શરૂ થયેલું સાહિત્યસર્જનનું કાર્ય જીવનના અંત સમયે, વિ. સં. ૧૯૫૩માં, “તત્ત્વનિર્ણયપ્રાસાદ' નામે મહાન ગ્રંથના સર્જન સાથે પૂરું થયું આ ગ્રંથ એ એના સર્જકની અમર કીતિને પ્રાસાદ-મહેલ બની રહ્યો. આ બે ગ્રંથની વચમાં જૈનતત્ત્વદર્શ”, “અજ્ઞાનતિમિરભાસ્કર”, “સમ્યકત્વશલ્યદ્વાર’, ‘જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તર’, ‘ચિકા પ્રશ્નોત્તર વગેરે અનેક ગ્રંથોએ તેમ જ કેટલીક ધાર્મિક કાવ્યકૃતિઓએ આચાર્યપ્રવરના સાહિત્યસર્જનનું સાતત્ય જાળવ્યું હતું.
જ્ઞાનપ્રસારની ઝંખના ચિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વિ. સં. ૧૯૪૯માં મળ્યું ત્યારે તેઓ હોશિયારપુરમાં બિરાજતા હતા.
આચાર્યશ્રી જ્ઞાનને મહિમા બરાબર પિછાનતા હતા. શાસ્ત્રાભ્યાસને લીધે જ પિતાને સાચા ધર્મને માર્ગ સમજાયો હતો અને જ્ઞાને પાસનાથી જ પિતાના આત્માનો ઉદ્ધાર થયો હતો, એ વાતને એમને જાતઅનુભવ પણ હતું. તેથી જ તેઓ જ્ઞાનને પ્રસાર કરવા હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ સાહિત્યસર્જન કર્યું, ધર્મોપદેશની અવિરત ધારા વહાવી અને સમાજના વિરોધને ગૌણ ગણીને પણ શ્રી વીરચંદભાઈ ગાંધીને પરદેશ મોકલ્યા છે આટલા માટે જ.
એમનું અંતર તે શ્રીસંઘમાં જ્ઞાનને પ્રસાર કરવા માટે જ્ઞાનની પરબ સ્થાપવા ઝંખી રહ્યું હતું, પણ એ કામ તેઓ હાથ ધરે એ પહેલાં સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું યુગકાર્ય એમને બજાવવાનું હતું. એ કામ પૂરાં સમય અને શક્તિ માગી લે એવું મેટું અને મુશ્કેલ હતું. અને, આચાર્યશ્રીની જીવનકથા કહે છે કે, એ કાર્યની પૂર્ણાહુતિ સાથે આચાર્ય પ્રવરના જીવનની પણ સમાપ્તિ થઈ!
પણ કઈ કામ શરૂ કે પૂરું થઈ શકે કે ન થઈ શકે એ ભલે ભવિતવ્યતાના હાથની * આ ગ્રંથ આચાર્ય મહારાજના સ્વર્ગવાસ બાદ પ્રગટ થયું તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org