________________
૧૪૫
Hisierra ડૂબવા લાગ્યો. માતાથી ન રહેવાયું એટલે એ એને બચાવવા પાછળ ગઈ તે એય તણાવા લાગી. બાળક આત્મારામથી આવું કારમું સંકટ ન ગયું. એ કશેય વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડ્યો, અને જાનને જોખમે મા–બેટાને બચાવી લાવ્યો ! જેનું જીવન સંસાર–મહાસાગરને પાર કરવાના અને બીજાઓને પાર કરાવવાના પુરુષાર્થમાં જ વીતવાનું હોય એને માટે આવું સાહસ શી વિસાતમાં?
સંયમને માર્ગે સત્યની શોધ ચારેક વર્ષ જોધામના કુટુંબના સંસ્કાર ઝીલવામાં વીત્યાં. ક્ષત્રિય કુટુંબમાં જન્મેલ આત્મારામનું અંતર જૈન ધર્મની અહિંસાના સંસ્કારથી રંગાવા એમનું અંતર હિંસાનાં ઝારાં પરાક્રમથી પાછું વળીને અહિંસાનાં સર્વમંગલકારી પરાક્રમોને માટે ઝંખી રહ્યું. સોળ વર્ષની કુમારવય પૂરી થઈ અને યૌવનના મંગલપ્રવેશ વખતે જ, વિ. સં. ૧૯૧૦ ના માગશર સુદિ પંચમીના દિવસે, માલેરકેટલામાં, આત્મારામને દેહ ત્યાગી–સાધુ જીવનના અંચળાથી શોભી ઊઠયો. યુવાન આત્મારામ સ્થાનકવાસી સંત જીવનરામજીના શિષ્ય બની ગયા. બહારવટિયા પિતાને પુત્ર જાણે સંસારની સામે બહારવટે નીકળીને સંતશિરોમણિ બનવા ધર્મમાર્ગને પુણ્યપ્રવાસી બની ગયો! | મુનિ આત્મારામને જ્ઞાન અને ચારિત્રની સાધના સિવાય બીજું કશું ખપતું નથી. ઉત્કટ એમની જિજ્ઞાસા છે, અને અદમ્ય એમની સત્યની શોધની તાલાવેલી છે. સત્યધર્મ. નાં અમૂલખ મોતી શોધવા એ, મરજીવાની જેમ, ઊંઘ અને આરામ તજીને, અંધશ્રદ્ધાનાં જાળાં-ઝાંખરાંને દૂર કરીને અને નિર્ભય બનીને ધર્મશાસ્ત્રોના મહામહેરામણનાં અતળ તળિયાં સુધી ડૂબકી લગાવે છે. અને આવી એક એક ડૂબકીએ એમને આત્મા સત્યનું નિષ્કલંક અને બહુમૂ લું મોતી મેળવ્યાને આહ્લાદ અનુભવે છે.
મત પરિવર્તન ધર્મશાઓના ઊંડા અવગાહનને અંતે મુનિ આત્મારામજીને સત્યને સાક્ષાત્કાર થાય છે. એમને આત્મા અંદરથી પોકારી ઊઠે છે: જિનપ્રતિમાને નિષેધ અને આગમપંચાગી (મૂળ સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા) ને નિષેધ એ તે ધર્મને કે સત્યને પિતાને જ નિષેધ કરવા જેવો મહાદેષ છે; આત્મધર્મના સાધકે અને સત્યના ચાહકે એ મહાદેવથી બચવું ઘટે. અને સમાજમાં જડ ઘાલી બેઠેલી જૂની અંધશ્રદ્ધા સામે બળ પિકારીને, મુનિ આત્મારામજીએ, પિતાના અનેક સમર્થ અને ભકિતપરાયણ સાથીઓ સાથે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક આમ્નાયને સ્વીકાર કર્યો, અને પંજાબમાં એ ધર્મને પુનરુદ્ધાર કરવાનું બીડું ઉઠાવ્યું.
મત પરિવર્તન પછી પણ કેટલાંક વર્ષ સુધી વેશ પરિવર્તનની ઉતાવળ કર્યા વગર તેઓ પ્રાચીન જૈન ધર્મનું પાલન અને એને પ્રચાર મોકળે મને કરતા રહ્યા. વિ. સં. ૧૯૩૧માં એમણે મુખવસ્ત્રિકા મોઢે બાંધવાની પ્રથાને ત્યાગ કર્યો અને વિ. સં. ૧લ્ડરના અષાડ મહિનામાં તે વખતના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંઘના વયેવૃદ્ધ સાધુપ્રવર શ્રી બુદ્ધિવિજયજી અપર નામ બૂટેરાયજી મહારાજ પાસે ફરી દીક્ષા લીધી. એમનું નામ મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org