________________
૧૩૯
૧૧ઃ ખાસ સમારંભે અને ઘટનાઓ આચાર્ય મહારાજે વિદ્યાલયમાં સ્થિરતા કરી તેથી વિદ્યાલયના વિદ્યાથીઓ, વિદ્યાલયમાં તૈયાર થયેલ દાક્તરે તેમ જ સંચાલકોની હાર્દિક ભક્તિથી તેઓને સંતોષ અને હર્ષ અનુભવવાને અને વિદ્યાલયના સંચાલક અને વિદ્યાર્થીઓને પિતાના ઉપકારીની ભક્તિ કરીને કૃતકૃત્યતા અનુભવવાને સુઅવસર મળ્યું હતું. . આ અંગે ૩ભા રિપોર્ટ (પૃ. ૨૩B)માં સૂચવવામાં આવ્યું છે કે –
સંસ્થાના આદ્ય પ્રેરકની આઠ માસની સ્થિરતા દરમ્યાન વિદ્યાર્થીઓ તેમ જ સંસ્થાના સભ્યને અપૂર્વ લાભ મળે. સંસ્થાના સ્થાપક અને પ્રેરકની થોડી ઘણી શુશ્રષા કરવાની તક મળી તે સંરથાનું સદભાગ્ય છે. આ સ્થિરતા વખતે સંસ્થાની દરેક પ્રવૃત્તિઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેનો વિકાસ કેમ થાય તે અંગે તેઓશ્રી અવારનવાર સૂચન કરતા હતા. આ સમય દરમ્યાન સંરથાની એક શાખાની પૂ. આચાર્યશ્રીની જન્મભૂમિ વડોદરામાં શરૂઆત થઈ.”
તે પછી તેઓ શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના બંગલે પધાર્યા અને થેડા જ વખતમાં વિ.સં. ૨૦૧૦ના ભાદરવા સુદિ ૧૦, તા. ૨૨-૯-૧૫૪ ને મંગળવારના રોજ, ૮૪ વર્ષની ઉંમરે, ત્યાં તેઓશ્રીને સ્વર્ગવાસ થયો. આખી મુંબઈ નગરીએ આ ધર્મનાયકને અપૂર્વ અંતિમ માન આપ્યું !
પિતાની અંતિમ અવસ્થામાં પણ તેઓશ્રીના અંતરમાં વિદ્યાર્થીઓની તેમ જ વિદ્યાલયના વિકાસની કેટલી ચિંતા હતી તે ઉપર સૂચવેલ સમેલનમાંના એમના ઉદ્દગારોથી પણ જાણી શકાય છે. તા. ૭-૧૧–પરના રોજ વિદ્યાર્થીઓની સંસ્કારિતાને અનુલક્ષીને, જાણે આર્ષવાણી ઉચ્ચારતા હોય એમ, તેઓએ કહ્યું હતું કે–
“અભ્યાસને ઉદ્દેશ પરીક્ષાઓ પસાર કરવાનો નહીં રાખતાં જીવનમાં ઉપયોગ કરવાને રાખજે. છેલ્લે અભ્યાસનો ઉદ્દેશ આપણને પશુ અવસ્થામાંથી માનવ અવસ્થામાં લાવવા અને ખરે માનવ બનાવવાનો છે. જે પુત્ર માતા-પિતાની હાંસી કરે છે અને માતા-પિતાનાં કાર્યોને ધતીંગ માનનારો છે, તે પોતે જ ઢોંગી છે. આજકાલના આ વિચારોમાં સુધારો નહીં આવે તો હિંદ પર શાં દુઃખ આવશે તે ખબર નથી. આજની કેળવણુ માણસના દિલને બગાડે છે, તેને દૂર કરવા ધાર્મિક અભ્યાસ આવશ્યક છે અને તે માટે આવાં વિદ્યાલય અને પાઠશાળા સ્થાપવામાં આવે છે.”(રિપોર્ટ ૩૮, પૃ. ૧૫)
તા. ૮–૧૧–પરના રોજ મળેલ સમેલનમાં વિદ્યાલયના વધુ વિકાસની પિતાની તીવ્ર ઝંખના વ્યક્ત કરતાં આચાર્યશ્રીએ લાગણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે---
મુંબઈ શહેરમાં ઘણા ધનાઢય અને ઉદારદિલ ગૃહસ્થો છે. છતાં મારી ભાવના મુજબ આ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ તેટલી ઉન્નતિ થઈ નથી. અ૫ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તે માગું છું કે હજી આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટેનાં શિક્ષણનાં અનેક કાર્યો થાય. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપી શિક્ષણના કાર્યને વેગ આપો. તમારું ધન શિક્ષણપ્રચારના કાર્યમાં લગાડે એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે. હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.” (રિપોર્ટ ૩૮, પૃ. ૧૭)
ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે સંસ્થાના પ્રેરક આચાર્ય દેવની આ વાણી પણ આર્ષવાણી નીવડે, વિદ્યાલય ખૂબ વિકાસ સાધીને સમાજની સવિશેષ સેવા કરે અને આચાર્ય મહારાજના અંતરની આ ભાવના સફળ થાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org