________________
૧૨૪
વિદ્યાલયની વિકાસકથા આ પછી વિ. સં. ૨૦૧૭ના કારતક વદ ૩, તા. ૬–૧૧–૧૯૬૦ ને રવિવારના રોજ બપોરના ૧ વાગતાં, અમદાવાદમાં, પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના સાંનિધ્યમાં, નાના સરખા જ્ઞાન-સમારંભથી આ કાર્યનું મંગલાચરણ કરવામાં આવ્યું. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની આ યોજનાની વ્યવસ્થા માટે સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી. અત્યારે પૂજ્ય મહારાજશ્રી તથા શ્રી દલસુખભાઈની દેખરેખ નીચે પં. શ્રી. અમૃતલાલ મેહનલાલ તથા પં. શ્રી હરિશંકર અંબારામ પંડયા કામ કરી રહ્યા છે. વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે, આ ચેજના મુજબ, નંદિસૂત્ર તથા અનુયોગદ્વાર સૂત્રને પહેલે ગ્રંથ પ્રગટ થશે એવી ધારણા છે. અત્યારે આગમપ્રકાશન-સમિતિ નીચેના સભ્યોની બનેલી છે –
૧. શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા ૨. શ્રી જયંતીલાલ સુરચંદ બદામી ૩. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૪. શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ ૫. શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ (માનદ મંત્રી) ૬. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા (માનદ મંત્રી) ૭. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ (માનદ મંત્રી) ૮. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ (સહમંત્રી)
વિદ્યાલયે હાથ ધરેલી આગમ પ્રકાશનની આ યોજના જૈન ધર્મ અને સાહિત્યની શકવતી સેવા બજાવવાની સાથે પ્રકાશનક્ષેત્રે વિદ્યાલયને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવી મહત્ત્વની છે એમાં શક નથી.
સુવર્ણ—મહેસવ-ગ્રંથ–વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ નિમિત્તે કળા અને લેખસામગ્રી બને દષ્ટિએ ઉત્તમ અને સમૃદ્ધ બને એ સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પ્રગટ કરવાની યેજના કરવામાં આવી છે. એ માટે નવ સભ્યોનું એક સંપાદક મંડળ નીમવામાં આવ્યું છે, એમાં નામાંકિત વિદ્વાનો પણ સમાવેશ થાય છે. આ ગ્રંથ વિદ્યાલયના સાહિત્ય-પ્રકાશનક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ બની રહે એ ઉત્તમ બનશે.
જૈન સાહિત્ય અને કળાની સામગ્રીને પ્રકાશનની જરૂર અંગે ૫૦મા રિપોર્ટ (પૃ. ૨૩)માં કહેવામાં આવ્યું કે
“અહિંસામય સંસ્કૃતિ અને એના સાહિત્યના પ્રસાર માટે અત્યારનો સમય સોનેરી છે. જૈન સાહિત્યના પ્રકાશનની દિશામાં હજુ ઘણું ઘણું કરવાનું બાકી છે. દેશવિદેશના અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓની માગણીને સંતોષવા ઘણું કામ કરવાની જરૂર છે.......જૈન કળાની સામગ્રી ખૂબ વિપુલ તેમ જ વૈવિધ્યસભર છે. એને પણ સુચારુ રૂપમાં જગત સમક્ષ મૂકી શકાય એવી જના તૈયાર કરવાની ખાસ જરૂર છે.”
વિદ્યાલયના સંચાલકની ભાવના, ભલે ધીમે ધીમે પણ, દેશવિદેશમાં ઉપયોગી થાય એવું જૈન સાહિત્ય પ્રગટ કરવાની છે; એથી એટલું તે ફલિત થાય જ છે કે વિદ્યાલયનું મુખ્ય કામ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવાનું હોવા છતાં એ સાહિત્યના ક્ષેત્રને વિસારી મૂકવાને બદલે એમાં પણ યથાશક્ય કામ કરવાની તમન્ના સેવે છે, અને એ દિશામાં બને તેટલે પ્રયત્ન પણ કરતું રહે છે. સમાજ, સંસ્થા અને વિદ્વાને ત્રણેના લાભની આ વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org