________________
પ્રકરણ દસમું : સાહિત્યપ્રકાશન
શિક્ષણની સાથે સાથે સાહિત્યનું કામ પણ થતું રહે તો એ ધર્મ અને સંસ્કૃતિને પ્રચાર અને અભ્યાસમાં ઘણું ઉપયોગી થઈ રહે છે. અને પ્રાચીન જૈન સાહિત્યને ખજાને તે વિવિધ વિષયસ્પર્શી અને વિપુલ છે. અને હજી પણ એના સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની, ગુજરાતી, હિંદી વગેરે ભાષામાં લખાયેલા જુદા જુદા વિષયના અસંખ્ય ગ્રંથો પ્રગટ થવા બાકી છે. તેથી વિદ્યાલયે પોતાના બંધારણમાં ઉચ્ચ શિક્ષણના પ્રસારની સાથે સાથે જૈન સાહિત્યના સંશાધન-પ્રકાશનને પણ સંસ્થાના એક ઉદ્દેશરૂપે સ્વીકારેલ છે. આ અંગે બંધારણની ત્રીજી કલમમાં સૂચવવામાં આવ્યું છે કે –
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરેનું સાહિત્ય અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરવું, પ્રગટ કરવું અને તેને સંગ્રહ કરવો; જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ઈતિહાસને અંગે શોધખોળ ખાતું યાને પુરાતત્ત્વ મંદિર ખોલવું અને કેળવણીનાં સર્વ ક્ષેત્રને વિશાળ અર્થમાં પિષવા પ્રવૃત્તિ કરવી.”
આ ઉદેશમાં જણાવ્યા મુજબ જૈન સાહિત્યનાં પુસ્તક–ખાસ કરીને પાઠ્યપુસ્તકો – પ્રગટ કરવાની યોજના અંગે બીજા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૬)માં જણાવવામાં આવ્યું છે કે
યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય દાખલ થયા પછી એગ્ય સાહિત્ય-સાધનોને અભાવે તેને પૂરતો લાભ લેવાતો નથી એવું અનુભવ ઉપરથી જણાયું છે. ખુદ જિજ્ઞાસુ જૈન અભ્યાસીઓ પણ જૈન સાહિત્યને ઐચ્છિક વિષય તરીકે લઈ શકતા નથી, તેથી કેળવણીને અંગે સાહિત્યનાં પુસ્તકો નવીન ઢબ પ્રમાણે નોટ તરજુમા સાથે અને પાઠાંતરે નોટ કરીને તૈયાર કરાવવાની એક વિશાળ જના હાથ ધરવાનો કમીટીએ ઠરાવ કર્યો છે. એ સંબંધી પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ સાથે પત્રવ્યવહાર થયો હતો અને તેમને રૂબરૂ પણ મળી ઘણી વાતચીત કરવામાં આવી હતી.”
આ જ રીતે દશમા વર્ષના રિપોર્ટ (પૃ. ૧૯)માં પણ સૂચવવામાં આવ્યું છે કે
યુનિવર્સિટીમાં ચલાવવા યોગ્ય સાહિત્ય તૈયાર કરાવવાની પણ ઈચ્છા છે. ધાર્મિક કેળવણીનાં પાઠ્યપુસ્તકોની બહુ જ જરૂર છે. જૈન ધર્મનો સુલભ બંધ થાય એવાં નવીન જમાનાને રુચિ જાગૃત કરનાર પુસ્તકો સારી સંખ્યામાં બાળ યુવાનને ઉપયોગી નીવડે તેવાં તૈયાર કરાવવાં છે, ગુજરાતી સાહિત્યને જગપ્રસિદ્ધ કરવું છે, પ્રાકૃત ભાષાનો પ્રચાર કરાવવો છે. વિગેરે અનેક અનેક ભાવનાઓ છે.”
કોલેજોમાં તથા બીજી રીતે ઉપયોગી થાય એવા જૈન પાઠયપુસ્તકો તૈયાર કરાવીને પ્રગટ કરવાને આ વિચાર બિલકુલ સાચો વિચાર હતો, અને સાહિત્યપ્રકાશનની સાચી દિશામાં અંગુલીનિર્દેશ કરતો હતો. આમ છતાં આ ભાવનાને મૂર્ત કરવાની બાબતમાં વિદ્યાલય ઓછું કામ કરી શકે છે. તેથી જ છત્રીસમા વર્ષના રિપોર્ટ (પૃ. ૭૧)માં,
શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ પ્રકાશન યોજના”માં એ જ ભાવનાનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org