________________
વિદ્યાલયનું કામ મને યાદ છે કે ક્યારેક મેં વિચારેલું અને એ મતલબનું કહેલું કે મહાવીર જૈન વિદ્યાલયના પાયા બહુ મજબૂત છે, યુગની લાગણને અનુરૂપ છે અને તેની અનેક શાખાઓ વિસ્તરવાની પરિસ્થિતિ પણ છે.
આજે આપણે જોઈએ છીએ કે એ મક્કમ વિચારના અને દૂરદર્શી સ્થાપક અને સંચાલકેના પ્રયત્નને પરિણામે પાંચ વિશ્વવિદ્યાલયનાં ધામોમાં મહાવીર જૈન વિદ્યાલયનાં થાણાં છે; અને તે દ્વારા સેંકડો ગૃહસ્થ વિદ્યાર્થીઓ જુદી જુદી વ્યાવહારિક વિદ્યાઓની શાખાઓમાં નિષ્ણાત થઈ અનેક રીતે કામ કરે છે અને તેમાંના કેટલાક તો એવા પ્રતિભાશાળી થયા અને ક્યાત છે કે તેને લીધે માત્ર જૈન સમાજ જ નહીં, આખું રાષ્ટ્ર ગૌરવ અનુભવે.
પહેલેથી પરંપરાગત રીતે એક સંસ્કાર ચાલ્યો આવતો અને જેનું અસ્તિત્વ આજે પણ છેક ભૂંસાયું નથી; તે સંસ્કાર એ હતો કે સાધુએ દુન્યવી ગણાતી વ્યાવહારિક વિદ્યાએના પ્રસારમાં અને તે પણ ગૃહસ્થોને તાલિમ આપવાની બાબતમાં પડવું એ યોગ્ય નથી. આ સંસ્કારની વિરુદ્ધ જે બે વ્યક્તિઓએ (શાસ્ત્રવિશારદ વિધર્મસૂરિજી તથા આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ ) સિંહગર્જના કરી અને જે અનેક રીતે ફળવાહી સિદ્ધ થઈ તે જોતાં હવે એવો અવસર દરેક સમજદાર અને ઉદાર દષ્ટિવાળા સાધુઓ અને આચાર્યો માટે આવી ગયા છે કે તેમણે સમાજના ઉત્થાન, વિકાસ અને દઢીકરણ માટે પોતાની બધી શક્તિઓ વિદ્યા, સાહિત્ય આદિના પ્રસારની દિશામાં સક્રિય કરવી.
મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રસ્તુત પાંચ થાણું એ પણ હવે અપૂરતાં છે. ક્યારેક બનારસમાં એની એક શાખા સ્થાપવાનો વિચાર હતો. અત્યારે એ પ્રશ્ન બાજુએ રાખીએ તો પણ ગુજરાતમાં હવે બે નવી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવતાં વિદ્યાલયે એ દિશામાં પણ વિચાર કરવાનો રહેશે. સૌરાષ્ટ્રમાં કદાચ બે જગાએ વિદ્યાલયે જવાબદારી ઉપાડવી પડે, અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જ. પણ વિદ્યાલયનું કામ આટલાથી પણ પૂરું થવાનું નથી. જેમ જેમ એના સંચાલકો અને વિચારશીલ સહાયકે આ દિશામાં વિચારશે તેમ તેમ એમને એનું વિશાળ કાર્યક્ષેત્ર ધ્યાનમાં આવ્યા વિના રહેવાનું નથી.
આ રીતે છેલ્લાં સાઠેક વર્ષમાં જૈન સમાજે વિદ્યાઓની પ્રાપ્તિની બાબતમાં જે સફળતા મેળવી છે તેનાં પ્રેરક બળો અનેક હતાં અને છે; પણ ધ્યાન ખેંચે એવો પુરુષાર્થ તો ઉપર સૂચવેલ બે સાધુપુરુષને જ હતો, જેને હું અમુક અંશે સાક્ષી પણ છું.
મહાવીર જૈન વિદ્યાલયે ઉચ્ચ વિદ્યાઓના શિક્ષણ ઉપરાંત બીજાં બે કામ પણ પ્રથમથી વિચારી રાખેલાં તે હાથમાં લીધાં જ છે. અલબત્ત, આ બે કામો જરા પાકે પાયે તો કાશીમાં જ શરૂ થયેલાં. તેમાંનું એક ગ્રંથપ્રકાશન, અને બીજું ધર્મ તથા તત્ત્વજ્ઞાનનું શિક્ષણ. મહાવીર જૈન વિદ્યાલયના કાર્યપ્રદેશમાં આ બે કામો આવે છે, છતાં એ એક રીતે ગૌણ છે. તે પણ વિદ્યાલય આ બાબતમાં મગરૂર હોઈ એણે એ બન્ને કામોનો પ્રવાહ ચાલુ રાખે જ છે. અને હમણાં હમણું તો એણે સૌનું ધ્યાન ખેંચે અને વિશેષ ઉપયોગી બને એવાં આગમગ્રંથનાં તથા અન્ય પ્રકાશનો પણ કર્યા છે.
- પંડિત શ્રી સુખલાલજી
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org