________________
૮: ધાર્મિક શિક્ષણ
આ યોજના મુજબ દર વર્ષે સંસ્કૃત અગર પ્રાકૃત લઈને બી.એ. થયેલ પાંચ વિદ્યાર્થીઓને બનારસ અથવા બીજા યેગ્ય સ્થાને જેન શિક્ષણ માટે મોકલવાના હતા. એમને રહેવા-જમવાનું તેમ જ પુસ્તક અને ફીનું ખર્ચ આપવા ઉપરાંત માસિક રૂા. ૨૫ ની છાત્રવૃત્તિ પણ આપવાની હતી. અને આ રીતે તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ વિદ્યાલયમાં અથવા વિદ્યાલય નક્કી કરે તે સ્થાનમાં પાંચ વર્ષ સુધી, નક્કી કરેલ પગારથી, ધાર્મિક અધ્યાપક તરીકે કામગીરી બજાવવાની બાંહેધરી આપવાની હતી.
ગ્ય ધાર્મિક શિક્ષક તૈયાર કરવાની દષ્ટિએ આ પેજના ખૂબ જ મહત્વની હતી, પણ ભવિતવ્યતાને વેગે એની શરૂઆત જ ન થઈ શકી !
જૈન પંડિત તૈયાર કરવા માટેની શેઠ મેઘજી સોજપાલની લેજના તેમ જ ધાર્મિક શિક્ષક તૈયાર કરવાની આ યોજનાનો જે અમલ થઈ શક્યો હોત તો આપણે ત્યાં વતતી પંડિતે અને ધાર્મિક શિક્ષકોની તંગીને દૂર કરવામાં એ જરૂર ઉપયોગી થઈ શકત. પણ એ તે જેવી ભવિતવ્યતા! આમ છતાં આ ઉપરથી એટલું તે જરૂર ફલિત થાય છે કે વિદ્યાલયના સંચાલકે જેમ ઉચ્ચ વ્યાવહારિક શિક્ષણ માટે પ્રયત્નશીલ રહે છે, તેમ ઉચ્ચ ધાર્મિક અભ્યાસ માટે પણ એટલા જ સજાગ છે. આપણી જરૂરિયાત જોતાં આ બને પ્રકારની યોજનાની (સમયાનુરૂપ જરૂરી ફેરફાર સાથે) અત્યારે પણ એટલી જ જરૂર અને ઉપગિતા છે.
ધાર્મિક શિક્ષકે, પરીક્ષક અને ધાર્મિક પરીક્ષા માટે જવામાં આવેલાં ઈનામ કે મેડલ વગેરેની હકીકત અહીં નહીં આપતાં જુદા પરિશિષ્ટરૂપે આપી છે તે ઉપરથી પણ જોઈ શકાશે કે ધાર્મિક અભ્યાસ માટે વિદ્યાલય હમેશાં કેટલું ધ્યાન આપતું રહે છે.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે ધાર્મિક અભ્યાસ અને ધર્મસંસ્કારના પ્રયત્નોને લીધે વિદ્યાથીઓમાં એકંદર તત્વજિજ્ઞાસા અને યથાશક્તિ ધર્મપાલનની રુચિ જાગતી રહે છે. પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસે માં અઠ્ઠાઈ જેવી મોટી તપસ્યા પણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કરી હોવાના દાખલા વિદ્યાલયના રિપોર્ટમાં જોવા મળે છે.
આની સાથોસાથ અહીં એ પણ સેંધવું જોઈએ કે આપણું સંઘમાં અન્યત્ર ધાર્મિક શિક્ષણ અંગે બને છે તેમ, વિદ્યાલયના વિધાર્થીઓને પણ ક્યારેક આ કામ સીધાં ચઢાણ જેવું મુશ્કેલ લાગતું હોય, એમ વિદ્યાલયના રિપિટમાની કેટલીક ને ઉપરથી જોવા મળે છે. આમ થવાનાં કારણેને સહાનુભૂતિ પૂર્વક વિચાર કરવામાં આવે તો એ માટે વિદ્યાર્થીઓની ઓછી રુચિ કે અમુક અંશે ઉપેક્ષાવૃત્તિ ઉપરાંત એમના ઉપર વધી રહેલ અભ્યાસનું ભારણ, અત્યારના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સંતોષે એવા પાઠયપુસ્તકે, શિક્ષક અને શિક્ષણ પદ્ધતિને અભાવ વગેરે બાબતોને પણ એ માટે જવાબદાર લેખી શકાય એવી સ્થિતિ છે. પણ જ્યારે પણ ધામિક પરીક્ષાનું પરિણામ અસંતોષકારક માલુમ પડે છે ત્યારે પરીક્ષકે એ અંગે સંસ્થાના સંચાલકોનું ધ્યાન દેરતા જ રહે છે, અને વિદ્યાલયના સંચાલકે પણ એ માટે ઘટતાં પગલાં લેવાનું ચૂકતા નથી. આને લીધે મુંબઈમાં તેમ જ વિદ્યાલયની બધી શાખાઓમાં ધાર્મિક શિક્ષણ નિયમિત ચાલુ રહે છે અને છમાસિક તેમ જ વાર્ષિક ધાર્મિક પરીક્ષાઓ પણ નિયમસર લેવાતી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org