________________
પ્રકરણ આઠમું : ધાર્મિક શિક્ષણ
હિંદુસ્તાનમાં જેમ જેમ, પશ્ચિમની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે, વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય, હુન્નર-ઉદ્યોગ, દાક્તરી, ઈજનેરી, ખેતીવાડી વગેરે વિષચેના વ્યાપક ઉચ્ચ અધ્યયન માટે મહાશાળાઓ (કોલેજ) અને વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટીઓ) સ્થપાતાં ગયાં તેમ તેમ, એની સાથે, બહારગામના વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલયે (હસ્ટેલ) પણ બનવા લાગ્યાં. વળી, ૫૦-૬૦ વર્ષ પહેલાં, જેમ આવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સંખ્યા મર્યાદિત હતી તેમ એમાં અભ્યાસ કરનારાઓની સંખ્યા પણ ઓછી જ હતી. એટલે એ સમયે જે કેવળ આવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે જ જે રહેવાની સગવડની જરૂર હોત તો તે મોટે ભાગે છાત્રાલય દ્વારા પૂરી થઈ શકત અને તે પછી ખાનગી કે કમી છાત્રાલયની ભાગ્યે જ જરૂર રહેત.
પણ, કેવળ અર્થોપાર્જનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ લેવા માત્રથી જ વ્યક્તિ અને સમાજના વિકાસનું કામ પૂરું થતું નથી; એ માટે તો જીવનઘડતર માટેની એટલે કે ધર્મ અને સંસ્કાર માટેની વિશિષ્ટ કેળવણું કે પ્રવૃત્તિની જરૂર પડે છે. અને, ભારતમાં અનેક ધર્મો હોવાને કારણે, સરકારમાન્ય જાહેર શિક્ષણ સંસ્થાઓમાં આવી ધર્મ અને સંસ્કાર ની કેળવણીને માટે બહુ જ ઓછો અવકાશ હોય છે. એટલે પછી એ કામ જુદા જુદા ધર્મોમાં શ્રદ્ધા ધરાવતી કેમેએ ખાનગી રાહે જ કરવાનું રહે છે. જુદા જુદા ધર્મોનાં કમી છાત્રાલયને, સમય જતાં, વેગ મળે એનું આ પણ એક કારણ લખી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના પણ કંઈક આવા જ વિચારથી અને આશયથી પ્રેરાઈને જૈન સંઘે કરી હતી. આ અંગે વિદ્યાલયના પહેલા જ વર્ષને રિપોર્ટ (પૃ. ૬)માં કહેવામાં આવ્યું છે કે
અનેક પ્રકારની ચર્ચાઓ તથા જનાઓ થયા પછી છેવટે એક નિર્ણય પર હકીકત તેઓશ્રી (મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી) લાવી શક્યા અને તે એ હતી કે નવીન પદ્ધતિની ઊંચા પ્રકારની કેળવણી લઈને ધર્મના દઢ સંસ્કાર સાથે કોમનું હિત હૃદયમાં રાખીને કાર્ય કરનારા યુવાનને એક મોટે સમૂહ ઉત્પન્ન કરવાની ખાસ જરૂર છે અને તેને માટે એક યોજના તાત્કાલિક હાથ ધરવાની બહુ જરૂર છે. પ્રૌઢ ભાષામાં યોગ્ય શબ્દમાં અસરકારક રીતે આ ઉપદેશ તેઓશ્રીએ આખા ચાતુર્માસમાં ચાલુ રાખે અને છેવટે તેઓશ્રીના ઉપદેશથી આ વિદ્યાલયની સ્થાપના કરવાનો નિર્ણય સંવત ૧૯૭૦ ના ફાગણ સુદ ૫ ને રોજ થશે.” . એ જ રિપોર્ટમાં આગળ ચાલતાં (પૃ. ૧૪) કહેવામાં આવ્યું છે કે
“મગજની કેળવણી સાથે હૃદયને ખીલવવાની ખાસ જરૂર છે તે ધોરણ પર જ આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે ઉપર જણાવ્યું છે. ધાર્મિક શિક્ષણ કોલેજમાં જ આપવાની જરૂર છે, પણ હિંદુસ્તાનમાં મતમતાંતરની વિવિધતા હોવાથી તેમ બની શકે તેવું નથી તેમ જ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org