________________
૭: વિદ્યાર્થીઓ ભેદભાવ વગર અન્ન દાખલ કરવામાં આવે છે, અને તે ઉપરાંત જગા ખાલી રહે, સગવડ હોય તો પેઈંગ વિદ્યાર્થીને સ્થાન આપવામાં આવે છે.” ( છઠ્ઠો રિપોર્ટ, પૃ. ૧૦ )
સંસ્થામાં દાખલ કરતી વખતે જ્ઞાતિ કે દેશને ગણનામાં લેવામાં આવતા નથી. વિદ્યાર્થીના અભ્યાસની સ્થિતિ, વય, કૌટુંબિક સ્થિતિ અને જરૂરીઆત પર ખાસ લક્ષ્ય અપાય છે, છતાં પરિશિબ્દો પરથી જોઈ શકાશે કે લગભગ સર્વ પ્રાંતિ અને વિભાગોને તથા સર્વજ્ઞાતિઓને સપ્રમાણ ન્યાય મળે છે. અમુક શહેરના વિદ્યાર્થીને દાખલ ન કરતાં કોઈ વાર કચવાટ થાય છે તો તે સંબંધમાં જણાવવું અસ્થાને નહિ ગણાય કે અમારે આખી જૈન કોમની દૃષ્ટિએ કામ લેવાનું છે, સમષ્ટિના હિતમાં વ્યક્તિઓનો સમાવેશ થઈ જાય છે અને ખાસ અગવડ ન થાય તેની ચીવટ રાખવા છતાં વ્યક્તિગત અપવાદ લાગે તો પૂછાવવું, તપાસ કરવી, પણ વિના કારણે સંસ્થા વિરુદ્ધ અભિપ્રાય બાંધી દે નહિ, તેની વિરુદ્ધ એક તરફી હુકમનામું કરી નાખવું નહિ.” (આઠમો રિપોર્ટ, પૃ. ૭)
વિદ્યાથીઓની પસંદગીનું ધોરણ આવું ગુણવત્તામૂલક હોવાને લીધે એકંદરે વિદ્યાલયમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ પ્રથમ કક્ષાના કે ઉચ્ચ કક્ષાના તેમ જ બુદ્ધિશાળી જ હોય છે. પણ સારા વિદ્યાથીઓ મળવા માત્રથી જ રાજી થઈ જવાનું નથી હોતું; જે જરૂરી દેખરેખ અને સાવચેતી રાખવામાં ન આવે તો સારા વિદ્યાથીઓને અભ્યાસમાં (તેમ જ વર્તનમાં પણ) પાછા પડી જતાં વાર લાગતી નથી; આ વાત વિદ્યાલયના સંચાલકે બરાબર જાણતા હતા; અને જ્યારે પણ, પરીક્ષાના પરિણામો દ્વારા, વિદ્યાથી ઓના અભ્યાસમાં કચાશ આવ્યાને ખ્યાલ આવે ત્યારે તે જરૂરી ચીમકી આપવાનું તેમ જ આત્મનિરીક્ષણ કરવાનું પણ ન ચૂકતા. મુખ્યત્વે આવી જાગૃતિને લીધે જ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ગુણવત્તાનું ધોરણ સચવાઈ શક્યું છે એમ કહેવું જોઈએ. વિદ્યાલયના સંચાલકોની આ વિશેષતાનું દર્શન નીચેની કેટલીક માં પણ થઈ શકે છે. એ નેંધે
૨૯ પૈકી ૧૮ વિદ્યાથીઓ પસાર થયા છે. પસાર થનારમાંથી ૮ સેકન્ડ કલાસમાં આવે છે, અને એક ફર્સ્ટ કલાસમાં આવે છે. આ વર્ષનું પરિણામ સંતોષકારક લેખી ન શકાય. વિદ્યાર્થીઓને તે સંબંધી ઘટતી ચેતવણી આપવામાં આવી છે અને નવીન વર્ષમાં તેનું પરિણામ જરૂર દેખાશે એવો પૂરતો સંભવ છે.” (સાતમો રિપોર્ટ, પૃ. ૭)
સંસ્થામાં સર્વ પ્રકારની સગવડ મળવા છતાં ર૯ પૈકી પાંચ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એ ઉપરથી વિચારવાનું એ પ્રાપ્ત થાય છે કે તદ્દન નરમ વિદ્યાર્થી હોય તેને એક વર્ષની તપાસને પરિણામે પણ બંધ કરી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ એવી અમારી સુચના છે. એક બીજી બાબત પણ વિચારવા ગ્ય છે. ૨૪ પસાર થનારા વિદ્યાર્થીમાંથી ૧૦ સેકન્ડ કલાસમાં આવે છે જ્યારે ફર્સ્ટ કલાસમાં તો માત્ર એક જ આવે છે. પૂરતી સગવડ છતાં પરિણામ આવું આવે તે બહુ સંતોષકારક ન જ લેખાય. વિદ્યાર્થીઓને માથે અભ્યાસ સાથે કમાવાની ચિંતા નથી, આંતર વ્યવસ્થા ઉપર બહુ જ ધ્યાન આપવાનું હોય છે, છતાં સારા કલાસમાં મોટી સંખ્યા કેમ ન આવે અને એક પણ વિદ્યાર્થી નપાસ કેમ થાય તે સમજાતું નથી. આયંદે આ સંબંધમાં વિદ્યાર્થીઓ બહુ મુદ્દામ લક્ષ્ય આપશે એવી આશા રાખવામાં આવે છે.” (આઠમો રિપોર્ટ, પૃ. ૬)
આ વર્ષના આંકડા ઉપરથી જેવાશે કે ઈન્ટર આર્ટ્સનું પરિણામ સર્વથી વધારે ખરાબ છે. વિદ્યાથીઓને દાખલ કરતી વખત બતાવાયેલી ઉદારતાનું એ પરિણામ લાગે છે. આ વખતે વિદ્યાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org