________________
તા. ૨૪-૯-૧૯૪૨ના રોજ લેવામાં આવેલી છે. આ છબી આચાર્ય મહારાજના અનુરાગી અને મારા સ્નેહી ભાઈ શ્રી ભુરાભાઈ ફૂલચંદ શાહ તરફથી મળી છે. આ બધાયને હું ખૂબ ઋણી છું,
વિદ્યાલયના ઈતિહાસ સાથે સંખ્યાબંધ છબીઓ આપવામાં આવી છે તે આ ગ્રંથ પરથી જોઈ શકાશે, આમાં આદ્યપ્રેરક આચાર્યશ્રી તથા અન્ય મુનિવરેની, પેટ્રનની, મુખ્ય સંચાલકની, મુંબઈ તેમ જ શાખાઓનાં મકાનો તેમ જ વ્યવસ્થાપક સમિતિઓની, ખાસ ખાસ સમારંભોની વગેરે છબીઓ આપવામાં આવી છે. પેટ્રનની તેમ જ પહેલાંના કાર્યકરોની પૂરેપૂરી છબીઓ મેળવવાનો પ્રયાસ કરવા છતાં કેટલીક વ્યક્તિઓની છબીઓ પ્રાપ્ત થઈ શકી નથી, તેમ જ બે–ચાર વ્યક્તિઓ એવી પણ છે કે જેમણે પોતાની છબીઓ આપવાની અનિચ્છા દર્શાવી છે, આના લીધે નકકી કરેલ ધરણના પ્રમાણમાં આમાં કેટલીક છબીઓ ઓછી જોવા મળે એ સ્વાભાવિક છે. પણ આ માટે બીજો કોઈ ઈલાજ નહીં હોવાથી આમ થવા દેવું પડયું છે, એટલે ખુલાસો અહીં બસ થશે એમ માનું છું.
* આમાં જોવામાં આવતી ક્ષતિ તરફ મારું ધ્યાન દેરવાની વિનતિ સાથે વિકાસથા લખવાનું આલાદકારી અને જવાબદારીભર્યું કામ કરવાને મને બહુમૂલે અવસર આપવા બદલ હું ફરી વિદ્યાલયના સંચાલકોને અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. ભાદલપુર, અમદાવાદ-૬
રતિલાલ દીપચંદ દેસાઈ વિ. સં. ૨૦૨૪, માહ સુદિ પૂર્ણિમા
તા. ૧૪-૨-૧૯૬૮
ઉમેરે તથા સુધારા આ વિકાસકથામાં એક જરૂરી બાબતને નિર્દેશ કરવો રહી ગયું છે તેની નોંધ અહીં લેવી ઉચિત લાગે છે. વિદ્યાલયના શરૂઆતના ચૌદ વર્ષ સુધીના હિસાબની તપાસણી કરવાની માનદ ઓડીટર તરીકેની કાર્યવાહી ભાવનાપૂર્વક નીચેના ચાર મહાનુભાવોએ બજાવી હતી :–
૧ શ્રી મોહનલાલ ખોડીદાસ શાહ ૨ શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૩ શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી ૪ શ્રી ચીમનલાલ મોતીલાલ પરીખ
પૂ. આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે મુંબઈમાં પાંચ માસાં ક્યાં હતાં; પણ આ પુસ્તકમાં ૧૩૮મે પાને ચાર માસાં કર્યાનું લખ્યું છે, અને વિ. સં. ૧૯૯૧નું ચોમાસું કર્યાને ઉલ્લેખ કરવાનું રહી ગયું છે તે સુધારીને વાંચવા વિનતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org