________________
૭૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થે બીજા કોઈ ટીકાકાર અથવા તો મૌખિક વ્યાખ્યાકારના અભિપ્રાયની નોંધ લઈને તેનું ખંડન કરીને સ્વઅભિપ્રાયનું સમર્થન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે.
વળી સ્વમતનું સમર્થન કરવા માટે લલિતવિસ્તરા તથા પંચસૂત્રકત્તિ કે જે બંને હરિભદ્રસૂરિ મહારાજની જ કૃતિ છે તેનો આધાર લઈને શેષ શબ્દનો અર્થ નકકી કરવા ટીકાકારે પ્રયત્ન કર્યો છે. જે ખરેખર હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ આ ટીકાકાર હોય તો પોતાના અભિપ્રાયની સિદ્ધિને માટે પોતાના જ અન્ય ગ્રંથોમાં લખેલા લખાણને પ્રમાણ તરીકે રજૂ કરવાનો એ અહીં પ્રયત્ન કરે જ નહિ.
એટલે આ ૧૭મા શ્લોકની ટીકાથી એ વાત સ્પષ્ટ દેખાઈ આવે છે કે ટીકાકારે “હરિભદ્રસૂરિ મહારાજને રપ શબ્દનો કયો અર્થ અભિપ્રેત હશે” એ નક્કી કરવા માટે હરિભદ્રસૂરિ મહારાજના બીજા ગ્રંથોનો આધાર લઈને બીજાઓના અભિપ્રાયનું ખંડન કરીને સ્વઅભિપ્રાયનું સમર્થન કર્યું છે. આથી નિશ્ચિત જણાય છે કે મૂળકાર તથા ટીકાકાર બને પરસ્પર જુદા છે. (૩) યોગબિંદુમાં ૪૩૮થી ૪૪૨ સુધી નીચે મુજબ શ્લોકો છે :
एवं च तत्त्वतोऽसारं यदुक्तं मतिशालिना । इह व्यतिकरे किञ्चिच्चारुबुद्धया सुभाषितम् ॥ ४३८ ।। ज्ञानवान् मृग्यते कश्चित् तदुक्तप्रतिपत्तये । अज्ञोपदेशकरणे विप्रलम्भनशंकिभिः ।। ४३९ ।। तस्मादनुष्ठानगतं ज्ञानमस्य विचार्यताम् । कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥ ४४०॥ हेयोपादेयतत्त्वस्य साभ्युपायस्य वेदकः । यः प्रमाणमसाविष्टो न तु सर्वस्य वेदकः ॥ ४४१॥ दूरं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु ।
प्रमाणं दूरदर्शी चेदेत गृध्रानुपास्महे ॥ ४४२ ।। અહીં ૪૩૮થી ૪૪૨ સુધીના શ્લોકોમાં હરિભદ્રસુરિજી મહારાજે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિને મત રજૂ કર્યો છે. ધર્મકીતિનું કહેવું એમ છે કે “અમારે મોક્ષ માટે તત્ત્વદર્શીની જરૂર છે, એ સર્વજ્ઞા હોય કે ન હોય એ સાથે અમારે કોઈ નિસ્બત નથી.” સામાન્ય રીતે બૌદ્ધો સર્વને માનનારા છે, છતાં ધર્મકાતિએ એ વાત ઉપર ભાર ન મૂકતાં બુદ્ધના તત્ત્વદર્શિપણા ઉપર જ ભાર મૂક્યો છે. પ્રમાણુવાર્તિકની ચાર કારિકાઓમાં ધમકીર્તિએ પોતાનો આ મત દર્શાવ્યો છે. આ જ ચાર કારિકાઓ હરિભદ્રસૂરિજી મહારાજે અહીં ઉદ્ધત કરેલી છે. છતાં ટીકાકારે આ ચાર કારિકાઓમાં સર્વજ્ઞવિરોધી વાદનું પ્રતિપાદન હોવાથી આને મીમાંસને મત માની લઈને યદુવં મતિરાત્રિના આ ૪૩૮માં લોકના અંશની વ્યાખ્યા કરતાં ચí મતિરાત્રિના મારિન્ટેન આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. આ ચાર કારિકાઓની વ્યાખ્યા પણ મીમાંસક મતને અનુસરીને કરી છે. તેમ જ ૪૪૪મા લોકની અવતરણિકામાં પણ રૂવૅ મીમાંસમતમાકૃત્ય સાંથનિર/કરાયાણ એમ યોગબિંદુના ટીકાકારે લખ્યું છે. હકીકતમાં આ બૌદ્ધોનો મત છે, કારિકાઓ પણ બૌદ્ધોની છે, તેની વ્યાખ્યા પણ બૌદ્ધ મત અનુસાર કરવાની છે. છતાં ટીકાકારે આને મીમાંસકનો મત માની લઈને મીમાંસકોના પ્રસિદ્ધ અગ્રણી સર્વસવાદવિરોધી કમાટિલના નામે ચારે કારિકાઓને ક૯૫નાથી ચડાવી લીધી છે. જે હરિભદ્રસુરિજી મહારાજ પોતે જ આ ટીકાના રચયિતા હોત તો આ પ્રસિદ્ધ હકીકત વિષે આમ બનવા પામત નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org