________________
સત-અસત ઃ ૪૭
જૈનને મતે આત્મા-પુરુષ પણ સ્વભાવે પરિણામી નિત્ય જ છે, સાંખ્યની જેમ ફૂટસ્થ નિત્ય નહિ. ન્યાયવૈશેષિકોએ સત્ નું લક્ષણ સત્તાયોગિત્વ આપ્યું છે. તેમના કહેવાનો આશય એ છે કે, સત્તા મહાસામાન્ય જેમાં સમવાય સંબંધથી રહે તે સત્ છે. આ સત્ની વ્યાખ્યાઓનું પરવાદીઓએ ખંડન પણ કર્યું છે. જૈનોની સત્ની વ્યાખ્યા ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, પરસ્પરવિરોધી ધર્મો એક વસ્તુમાં સંભવે જ નહિ. ન્યાય-વૈશેષિકોની સતની વ્યાખ્યાને લક્ષી કહેવાયું કે, તે વ્યાખ્યા પ્રમાણે તો સ્વસમ્મત જ કેટલાક સત્— ભાવ પદાર્થો અસત્ દરે કારણ કે સત્તા તેમને મતે માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં જ રહે છે.૧૦ શાંકર વેદાન્તીઓની અને બૌદ્ધોની વ્યાખ્યાઓના વિરોધમાં કહેવામાં આવ્યું કે, કોઈ પણ જાતના પરિણમનથી રહિત ફૂટસ્થ નિત્ય વસ્તુ કે નિરન્વય ક્ષણિક વસ્તુ એ કોઈનાય અનુભવની વાત નથી. આમ દર્શનિકો અંદરોઅંદર એકબીજાના સત્ના લક્ષણનું ખંડન કરતા હતા એવામાં બૌદ્દો તરફથી એક એવું લક્ષણ મૂકવામાં આવ્યું જે લગભગ બધા જ દાર્શનિકોએ માન્ય રાખ્યું અને તે લક્ષણ તે અર્થક્રિયાકારિત્વ.૧૧ અલબત્ત, દર્શનકારોએ પોતપોતાને માન્ય અન્તિમ તત્ત્વ કે તત્ત્વોમાં તેને લાગુ કરવા ભારે જહેમત લીધી. બૌદ્ધોએ તર્કપુરઃસર સિદ્ધ કર્યું કે ક્ષણિક વસ્તુ જ અર્થક્રિયાકારી છે, વેદાન્તીઓએ પુરવાર કરવા પ્રયત્ન કર્યો કે, નિત્ય વસ્તુ જ અક્રિયાકારી છે અને જૈનોએ સાખિત કર્યું કે, નિત્યાનિત્ય વસ્તુ જ અર્થક્રિયાકારી છે.
આપણે જોયું તેમ આચાર્ય શંકર ત્રિકાલાબાધિત ફ્રૂટસ્થ નિત્યને સત્ કહે છે. તે પણ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની માફક સત્ની ત્રણ કોટિ સ્વીકારે છે : પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રાતિભાસિક. તેમને મતે ફૂટસ્થ નિત્ય શ્રહ્ન ચેતન જ પરમાર્થ સત છે કારણ કે, તે ત્રિકાલસ્થાયી છે; ઘટ, પટ આદિ વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલમાત્રસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનનાશ્ય છે; શક્તિરજતાદિ પ્રતિભાસિક સત્ છે કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનનાનનાશ્ય છે. આચાર્ય શંકર વ્યાવહારિક ગ્રૂપ જગતના પરિણામી ઉપાદાન કારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે. તેને તેઓ સત્-અસવિલક્ષણ કહીને વર્ણવે છે. તે સત્ નથી કારણ કે, તે બાધિત થાય છે; તે અસત્ નથી કારણ કે, તે સટ્રૂપ જગત્કાર્યનું ઉપાદાનભૂત કારણ છે. આ સત્-અસવિલક્ષણુતાસિદ્ધાંતનાં મૂળ છેક ‘નાસદીયસ્ક્ત ’માં જોવાં હોય તો જોઈ શકાય. ત્યાં કહ્યું છે કે, સૃષ્ટિ-જગતની ઉત્પત્તિ પહેલાં સત્ પણ ન હતું કે અસત્ પણ ન હતું; અર્થાત્ ષ્ટિનું ઉપાદાન કારણ સત્ પણ નહિ, અસત્ પણ નહિ કિંતુ અર્થાપત્તિથી સત્-અસવિલક્ષણ કર્યું. સદદ્વિલક્ષણતાવાદનું ભગવાન બુદ્ધના ‘અવ્યાકૃતો' તથા શૂન્યવાદના ચતુષ્કોટિવિનિમુક્તત્વ સિદ્ધાંત સાથે પણ સામ્ય છે. ‘ ચતો વાત્રો નિવર્તન્ત અપ્રાપ્ય મનસા સર્ફે (તૈત્તિરીયોપનિષદ્ ), નૈષા ત‰ળ મૂતિાવનેયા ' (યોનિપ્) આ ઉપનિષદ્વાક્યોને, ‘વરમાર્થો દિ માનાં મૂળીમાવ: ’ આ ચન્દ્રકીતિવચનને અને ‘ તા સસ્થ ન વિફ ’(મવાતંત્ર) આ આગમવાયને પણ આ સંદર્ભમાં ધ્યાનમાં લેવા જોઈએ. જૈન તર્કશાસ્ત્રની પ્રસિદ્ધ સપ્તભંગીમાંય સદસદ્ધિલક્ષણતાવાદનો ચતુર્થ ભંગ ‘અવક્તવ્ય ’માં સ્વીકાર થયો છે. વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ છે. પરંતુ આ બે ધર્મો યુગપણ્ વાણીમાં ખોલી શકાતા નથી એ અર્થમાં વસ્તુ અવક્તવ્ય છે. જો એ વર્ષોં એક સાથે ન ખોલી શકાય તો બે શબ્દો તો ક્યાંથી એક સાથે ખોલી શકાય! પરંતુ આ અર્થ એ કંઈ વસ્તુસ્વરૂપદ્યોતક નથી. વસ્તુના
'
દ્ર
૯
૧૦
૧૧
નમિત્રસમ્ભવાન્ । સૂત્ર, ૨. ૨. ૐ.
सतामपि स्यात् क्वचिदेव सत्ता । अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, ८.
વર્લ્ડ ટ્રેતથયિાવાëિ સર્વનનપ્રસિદ્ધમાતે... | Six Buddhist Nyāya Tracts, પૃ. ૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org