________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો ઃ ૩૫ આમ માનવાનું કારણ એવું છે કે પરમલધુ મનાતા પરમાણુ પણ ઊંચે જવાને બદલે નીચે પણ ગમન કરે છે. તો પછી તેમાં શો હેતુ માનશે ? એટલે કે જે લઘુતા એ ઊર્ધ્વગમનમાં હેતુ હોય તો પરમાણુ ઊંચે જવાને બદલે નીચે કેમ જાય ? તેના નીચા જવામાં લઘુતા સિવાય બીજું જ કાંઈ કારણ માનવું રહ્યું. વળી ધૂભાદિ જે નરી આંખે દેખાય છે તે સ્થૂલ છે છતાં તે ઊર્ધ્વગમન કેમ કરે? જો સ્થૂલતા એ અધોગમનમાં નિમિત્ત હોય તો ધૂમ નીચે જવો જોઈએ; પણ તે તો ઊંચે જાય છે. આમ કેમ બન્યું ? વળી, મહાગુરુ એવા વિમાનાદિ નીચે જવાને બદલે આકાશમાં ઊંચે કેમ ઊડી શકે છે? વળી, સાવ સૂક્ષ્મ દેહવાળો દેવ પણ મોટા પર્વતને કેમ ઊંચો કરે છે ?
–વિશેષાગા. ૬૬૪-૬૬૫ જે ભારી પર્વત નીચે જવાને બદલે ઊંચો જાય છે તેમાં દેવના વીર્યને કારણ માનશે તો વ્યવહાર સંમત ગુસ્તા એકાંતે અધોગમનનું કારણ છે એ અયુકત ઠરે છે; અને એ જ પ્રમાણે લઘુતા એ ઊર્ધ્વગમનનું એકાંતે કારણ છે એ પણ અયુકત ઠરે છે–વળી ગતિ-સ્થિતિ પરિણામને કારણે પણ જીવ-પુદ્ગલોની ગતિસ્થિત થતી હોઈ તેમાં પણ ગુરુતા કે લઘુતાની કારણતાનું અતિક્રમણ છે જ. આથી વ્યવહારનયનો મત અયુક્ત કરે છે.
–વિશેષા ગા૦ ૬૬૭ આમ પ્રસ્તુતમાં લોકવ્યવહારમાં જે સ્થલ દષ્ટિથી ઊર્વ-અધોગમનના કારણરૂપે લઘુતાગુરુતાને માનવાની પ્રથા હતી તે વિદ્ધ તત્ત્વવિચાર કરીને તેની કારણુતાનો નિરાસ નિશ્ચયનય કરે છે. આમાં વ્યવહાર-નિશ્ચયનયનો વિચાર સાંસ્કૃતિક-પારમાર્થિક સત્યના વિચાર તરફ પ્રગતિ કરતો હોય એમ જણાય છે.
વળી ન્યાય વૈશેષિકમાં ગુરુવમાત્ર માન્યું છે અને લધુત્વને તેના અભાવરૂ૫ માન્યું છે અને ગુરુત્વને કારણે પતન માન્યું છે તે વિચાર પણ આચાર્યની સમક્ષ છે જ. જ્ઞાન-ક્રિયા વિષે
કિતના વિચાર પ્રસંગે આપણે જોયું છે કે તેમાં જેનો ચારિત્રાત્મા વિહત થયો તેનો જ્ઞાન-દર્શન આત્મા પણ વિધાતને પામ્યો એવો વિચાર છે. આના જ અનુસંધાનમાં ભાષ્યમાં નિશ્ચયનયને મતે જે એમ કહેવામાં આવ્યું છે કે જે જ્ઞાનનું ફળ સમ્યગ ક્રિયામાં ન આવે તો તે જ્ઞાનને અજ્ઞાન માનવું
વરોષo ૧૧૫૧) તે ઉકત પહાની બીજી બાજુ રજૂ કરે છે. જે પ્રકારે ચારિત્રનો નાશ થવાથી જ્ઞાન-દર્શન પણ નષ્ટ થયેલાં નિશ્ચયનય માને છે તે જ પ્રકારે જે જ્ઞાન, ક્રિયામાં ન પરિણમે તો તે જ્ઞાનને પણ અજ્ઞાન માનવું જોઈએ એવો નિશ્ચયનો અભિપ્રાય છે. અહીં યથાર્થતા કરતાં મૂલ્યાંકનની દષ્ટિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. શ્રમણજીવનમાં કે કોઈ પણ જીવનમાં જ્ઞાન કરતાં ક્રિયાનું મહત્ત્વ એટલા માટે છે કે મોક્ષનું સાક્ષાત કારણ ક્રિયા એટલે કે ચારિત્ર બને છે કારણ કે કેવળજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી ચારિત્રની પરાકાષ્ઠા નથી થતી ત્યાં સુધી મોક્ષ નથી, આથી જ્ઞાન અને ચારિત્ર એ બેમાં ચારિત્રનું મૂલ્ય મોક્ષદષ્ટિએ વધે છે. આથી ચારિત્રના તાવે તોળીને જ્ઞાનની સાર્થકતા કે નિરર્થકતાને નજર સમૃદ્ધ રાખીને તેના જ્ઞાન-અજ્ઞાન એવા ભેદ કરવામાં આવ્યા છે, અને નહિ કે તેની યથાર્થતા કે અયથાર્થતાને આધારે. કર્તત્વ વિષે
- આચાર્ય જિનભદ્ર સમક્ષ એ પ્રશ્ન હતો કે સામાયિક કોણે કર્યું? આનો ઉત્તર તેમણે વ્યવહાર નિશ્ચયનો આશ્રય લઈને આપ્યો છે કે વ્યવહારથી તો તે જિનેન્દ્ર ભગવાન અને ગણધરે સામાયિક કર્યું છે અને નિશ્ચયનભે તો જે વ્યક્તિ સામાયિક ક્રિયા કરે છે તેણે જ તે કર્યું છે. તાત્પર્યાર્થ એવો છે કે સામાયિક શ્રત જે બાહ્ય છે તેની રચના તો તીર્થકર અને ગણધરે કરી છે તેથી તે તેના કર્તા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org