________________
૩૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જોયું કે, વ્યવહાર એ વિશેષને માની ચાલે છે પણ શુદ્ધાશુદ્ધના વિભાગમાં વ્યવહાર દ્રવ્યાર્થિક પ્રધાન છે; એટલે કે તે સામાન્ય માને છે એમ કહેવાય. અને નિશ્ચય એ પર્યાયાર્થિક હોઈ વિશેષને વિય કરે છે. આનું સ્પષ્ટીકરણ એમ સંભવે કે વૈશેષિકો અને નૈયાયિકો જેને સામાન્ય વિશેષ કહે છે એટલે કે જે અપરસામાન્યને નામે ઓળખાય છે તે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છતાં પોતાના વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એટલે તેને અપેક્ષાદે સામાન્ય કે વિશેષ કહી શકાય. તાત્પર્ય એ થયું કે વ્યવહાર પરસામાન્યને નહિ પણ અ૫રસામાન્યને વિષય કરે છે, જે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. આથી વ્યવહારનયને સામાન્યગ્રાહી કહ્યો છે, અને વિશેષગ્રાહી કહ્યો તે, બન્નેમાં કશો વિરોધ રહેતો નથી, વ્યવહારનો વિષય
સાત નયમાં જે વ્યવહારનય છે તેના વિષયનું વિવેચન કરતાં ભાષ્યકાર આચાર્ય જિનભદ્ર જણાવે છે કે વિશેષથી ભિન્ન એવું સામાન્ય કોઈ છે જ નહિ કારણ કે ખરવિષાણની જેમ તે ઉપલબ્ધ થતું નથી–
"न विसेसत्थंतरभूअमथि सामण्णमाह ववहारो। उवलंभववहाराभावाओ खरविसाणं व ॥"
–વિશેષાવશ્યક ભાષ્ય-રૂપ આપણે પ્રથમ જોઈ ગયા છીએ કે વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશેષગ્રાહી છે; એનું જ જ આ સમર્થન છે. ગુલધુ વિશે
ગુરુલઘુનો વિચાર તાત્વિક રીતે અને વ્યાવહારિક રીતે નિશ્ચય અને વ્યવહારનયો વડે આચાર્ય જિનભ કર્યો છે તે પ્રસંગ આ પ્રમાણે છે–આવશ્યક નિર્યુકિતમાં જણાવવામાં આવ્યું હતું કે ઔદારિક, વૈક્રિયદિ ગુલધુ દ્રવ્યો છે અને કર્મ, મન, ભાષા એ અગુરુલઘુ દ્રવ્યો છે. (વિશેષા. ગા૦ ૬૫૮ એ આવો નિની ગાથા છે, વળી જુઓ આવશ્યક ચૂર્ણ પૃ૦ ૨૯)
આ નિર્યકતગાથાનું સ્પષ્ટીકરણ કરતાં આચાર્ય જિનભદ્ર જણાવે છે કે વ્યવહારનયને મતે કોઈ દ્રવ્ય ગુરુ હોય છે, જેમ કે લેટુ–àખારો. કોઈ લધુ હોય છે, જેમ કે દીપશિખા. કોઈ ગુલઘુ-ઉભય હોય છે જેમ કે વાયુ. અને કોઈ અગુરુલઘુ–નભય હોય છે જેમ કે આકાશ. પણ નિશ્ચયનયને મતે તો સર્વથા લઘુ કે સર્વથા ગુરુ કોઈ દ્રવ્ય હોતું જ નથી પણ બાદર–સ્થલ દ્રવ્ય ગુરુલઘુ છે અને બાકીના બધા દ્રવ્યો અગુરુલઘુ છે. –વિશેષા ગા૦ ૬૫૯-૬૬૦
આ બાબતમાં વ્યવહારનય પ્રશ્ન કરે છે કે જે ગુરુ કે લધુ જેવું કોઈ દ્રવ્ય હોય જ નહિ તો છવપુલોનું ગમન જે ઊર્વ અને અધઃ થાય છે તેનું શું કારણ? અમે તો માનીએ છીએ કે જે લઘુ હોય તે ઊર્ધ્વગામી બને અને જે ગુરુ હોય તે અધોગામી બને. આથી જીવ-પુલોને ગુરુ અને લઘુ માનવા જોઈએ, કારણ કે તેમનું ગમન ઊંચે પણ થાય છે અને નીચે પણ થાય છે—વિશેષા ગા. ૬૬૧-૬૬૨. માટે માત્ર ગુલધુ અને અમુલઘુ એમ બે પ્રકાર નહિ પણ ગુરુ, લઘુ, ગુલધુ અને અગઈ એવા ચાર પ્રકારના દ્રવ્યો માનવા જોઈએ એવો વ્યવહારનયનો મત છે.
વ્યવહારને આ મન્તવ્યનો ઉત્તર નિશ્ચયનય આપે છે કે વ્યવહારનયમાં જે ઉર્ધ્વગમનનું કારણ લઘુતા અને અધોગમનનું કારણ ગુતા માનવામાં આવે છે તે અનિવાર્ય કારણ નથી કારણ દ્રવ્યની લઘુતા કે ગુતા એ જુદી જ વસ્તુ છે અને દ્રવ્યનો વીર્યપરિણામ એ સાવ જુદું જ તત્ત્વ છે. અને વળી દ્રવ્યની ગતિ પરિણામ તે પણ જુદું જ તત્ત્વ છે. આમાં કાંઈ કાર્યકારણભાવ જેવું નથી.
– વિશેષા, ગાત્ર ૬૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org