________________
હરિભદ્રસૂરિનું જ્ઞાનતત્ત્વચિંતન : ૯ એવું નિર્વાણ નામનું તત્ત્વ શબ્દભેદ હોવા છતાં (શબ્દભેદથી કહેવાતું છતાં) તત્ત્વમાં નિયમથી એક જ છે (૧૨૭). સદાશિવ, પર, બ્રહ્મ, સિદ્ધાત્મા, તથતા–એવા અન્વર્થક (ભિન્નભિન્ન) શબ્દોથી તે એક જ હોવા છતાં યે કહેવાય છે. સદા કલ્યાણકારી એ સદાશિવ શૈવોનું, પર એટલે પ્રધાન સાંખ્યોનું, બૃહત્વમોટાપણાથી અને બૃહક-ફૂલતું વર્ધમાન થતું હોવાથી બ્રહ્મ–વેદાન્તીનું, સિદ્ધાત્મા–આત્મા જેમને સિદ્ધ થયો છે એવો સિદ્ધાત્મા આહેતનું, કાલના અંત સુધી તે પ્રમાણે રહેતી એવી તથતા બૌદ્ધોનું—(આ બધા) એક જ તત્વ છે. ભિન્ન શબ્દોથી કહેવાય છે એટલું જ (૧૨૮). અસંમોહથી (અર્થાત સદનુષ્ઠાનથીસક્રિયાથી યોગની) તત્ત્વરૂપે આ નિર્વાણુ તત્વને જાણતાં વિચારશીલ પુરુષોમાં એમની ભક્તિ વિષે વિવાદ થતા નથી (૧૩૦).
વિપ્ર હરિભદ્ર-પુરોહિતને કદની પંક્તિ સદ્ વિપ્ર વદુગા વન્તિ (મ૧, સૂ૦ ૧૬૪, ૪. ૪૬) અપરિચિત તો ન જ હોય!
આ બધું એક છે છતાં તેમની દેશનામાં–કથનમાં ભેદ કેમ આવે છે તેનો ખુલાસો કર્યા પછી હરિભદ્રસૂરિ કહે છે કે જે અર્વાગદશો હોય છે (અર્થાત યોગદષ્ટિ જેમની ઊઘડી નથી એવા–આ તરફ જોનારા–પેલી તરફ જેનારા નહિં) તેઓ સર્વજ્ઞનો અભિપ્રાય જાણ્યા વિના તેમનો પ્રતિક્ષેપ કરે છે, તે યોગ્ય નથી. તે મોટો અનર્થ કરે એમ છે (૧૩૬); અને દાખલો આપે છે કે જેમ આંધળાઓએ કરેલો ચંદ્રનો પ્રતિક્ષેપ અસંગત છે તેમ અદૃશોએ કરેલો સર્વજ્ઞ ભેદ પણ અસંગત છે (૧૩૮).
तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् ।
તે તલ્બતિ માનર્થ: ઘરક | શરૂ૭ છે. निशानाथप्रतिक्षेपो यथान्धानामसङ्गतः ।
तद्भेदपरिकल्पश्च तथैवाग्दृिशामयम् ॥ १३८ ॥ સર્વ આદિ અતીન્દ્રિયાર્થ પદાર્થોનો નિશ્ચય યોગિનાન વિના સંભવતો નથી. તેથી એ વિષેના વિવાદો અન્ધોના જેવા હોવાથી એમાંથી કાંઈ ફલિત થતું નથી..
निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च ।
अतोऽप्यत्रान्धकल्पानां विवादेन न किञ्चन ॥ १४१॥ આ અતીન્દ્રિયર્થ સર્વનો વિષે સાંપ્રદાયિકોમાં જે વિવાદ ચાલે છે તેનાથી હરિભદ્રસૂરિ પર થઈ શક્યા છે તેનું કારણ અર્વાગ્દમ્ તાર્કિકમાંથી યોગદષ્ટિવાળા આધ્યાત્મિક થયા હશે તેને લીધે હશે; અને એ દષ્ટિથી જ શુષ્ક તર્કનો પોતે ત્યાગ કરે છે એટલું જ નહિ પણ સર્વત્ર “ગ્રહને અસંગત ગણે છે કારણ કે મુક્તિમાં લગભગ બધા ધમાં તજવાના હોય છે, તો પછી ગ્રહ”નું શું કામ છે ?
ग्रहः सर्वत्र तत्वेन मुमुक्षूणामसङ्गतः । मुक्तौ धर्मा अपि प्रायत्यक्तव्याः किमनेन तत् ॥ १४६ ।।
ભારતવર્ષની પરંપરામાં વૈદિક, જૈન અને બૌદ્ધ તાર્કિકો–સમર્થ તાર્કિકો–અનેક થયા છે, એમ જ યોગિઓ, જ્ઞાનીઓ પણ અનેક થયા છે. પરંતુ જ્ઞાનતત્ત્વનું આવું વિશદ વિવરણ કરનાર બહુ નહિ હોય એવું મારા અ૫ જ્ઞાનને લાગે છે. હરિભદ્રસૂરિએ પરમાત્મદર્શનનો “મહતાં વર્તે –મોટાઓનો માગેસૂચવ્યો છે—જેનો આશ્રય લઈને વિચક્ષણએ ન્યાયપુર:સર અતિક્રમોથી બચી વર્તવું?
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः। वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ।। १४७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org