________________
૩૯૮
આનંદ પ્રવચન દર્શન
//
એ જ મુજબ માધુકરીવૃત્તિમાં એવા મહાન ગુણ છે કે જેથી મ્લેચ્છકુળથી ગાચરીના નિષેધ છતાં તે પાપ પેલા માધુકરીના લાભની પાસે કાંઈ ગણતરીમાં નથી. આથી મ્લેચ્છકુળની ગોચરીમાં શાસ્ત્રષ્ટિએ વાંધે નથી એવા અ કરનાર અન કરે છે. આખા ગામને, દેશને પવિત્ર કરનાર દેવ છે એમ ગણીએ છીએ : એવા દેવતાના ગુરૂની પવિત્રતામાં પૂછ્યું જ શું. ઉત્તમના પગની રજ (ધૂળ)ને પણ પવિત્ર ગણવામાં આવે છે, તેા પછી આવા દેવતાના ગુરૂને ત્યાંથી પણ તમામ રસાઇ લેવાની મનાઇ શા માટે છે? માધુરીવૃત્તિના ભંગ ન થાય તેટલા જ માટેને ? માધુકરીવૃત્તિના ભંગ થતા હાય તા દેવતાઓના ગુરૂની પવિત્રતાની પણ ગણના નથી. જેમ અહીં મ્લેચ્છકુળની ગેાચરીની છૂટ નથી, તેમજ પવિત્ર સ્થળેથી મળતી વસ્તુ લેવી જ એમ પણુ નથી. દોષ બન્ને પક્ષે એકાન્તમાં છે. સાધુએ ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા છે.
જેઓ કહે છે કે સાધુએ મફતનુ લે છે: ખલેા આપતા નથી,” તે ભિક્ષાધના સ્વરૂપને સમજ્યા જ નથી. ભિક્ષા જે -હરામખારી હાય, લૂંટ હાય, ધાડ હાય, મફતિયા માલરૂપે મનાતી હાય, હરામનુ અન્ન છે એમ મનાતુ હાય તા ભિક્ષાવૃત્તિને ધમ ગણ્યા શી રીતે ? અને જો તે ધર્મરૂપ ન હાય તેા પછી એવી ભિક્ષામાત્રથી જ નિર્વાહ કરનારા ગુરૂને ગુરૂ પણ શી રીતે ગણાશે ? સાધુ થતા પહેલાં તેઓ છતી ઋદ્ધિસિદ્ધિના ત્યાગ કરે છે, સ્ત્રીપુત્રાદિ પરિવારના માહને મર્દન કરીને આવે છે, અને ભિક્ષાવૃત્તિ કરે છે, એ ભિક્ષાવૃત્તિને ધર્મ માનીએ તા જ સાધુની ઉત્તમતા ગણી શકાય તેમ છે. સમ્યક્ત્વમાં ધૈય અને ભિક્ષાવૃત્તિમાં ધમ મનાય તા જ સાધુની શ્રેષ્ઠતા મનાય તેમ છે. તેમને તે દુનિયાદારીના પક્ષ ખેંચે તે સારે લાગે, પણ સાધુઓએ દુનિયાદારીને તે પહેલેથી જ ત્રિવિધ ત્રિવિધથી દફનાવી દીધી છે.
“ભજ કલદાર'ની ભાવના ભૂલશે, તે જ સાચા ગુરૂને આળખી શકશો. શ્રેણિક મહારાજ રાજ્યથી ભ્રષ્ટ થયા, ચેડા મહારાજા સરખા