________________
૩૭૮
આનંદ પ્રવચન દર્શન કલ્યાણ ન થયું તેમાં ખોટું નથી. તેમાં જો કલ્યાણની બુદ્ધિ હેત તે જરૂર કામ થઈ જાત. બીડની જમીનનાં હજારો વરસ સુધી એકલું ઘાસ ઊગ્યું હતું, કેમ કે ત્યાં અનાજ વાવ્યું નહોતું. જે વાવ્યું નહીં તે અનાજ ઉગે કયાથી? પણ જે ત્યા જવાય તે અનાજ ઉગવામાં વધે. નથી જ. અનંતી વખત એવામાં કલ્યાણની બુદ્ધિ થઈ જ નહોતી અને તેથી અત્યારે પણ તે બુદ્ધિ નથી એમ કેમ કહેવાય ? અગર સમ્યફવાદિ આચારોમાં અત્યારે પણ કલ્યાણબુદ્ધિ નથી, એમ કયા આધારે બેલાય?
સંયમમાં કે ધર્મકરણીમાં આજે કર્યું પ્રલોભન છે?
બજારમાં માલ આવે છે તે શેરીવાળા લેવા દોડે છે. શ્રી તીર્થકર મહારાજાના વખતમાં ચકીઓ, વાસુદે, રાજા-મહારાજાઓ બધા ધર્મ માટે તેમની પાસે દોડા દોડયા આવતા હતા, તે તે. વખતે તે પૂજા–સત્કારની ઈરછાએ પણ સાધુપણું લેવાય એમ સંભવ: છે, તે વખતે દેવતાઓ આવતા હતા, પ્રત્યક્ષ દેખાતા હતા, અમુકમનુષ્ય ચારિત્ર લેવાથી દેવતાપણું મેળવ્યું તે આ છે એમ સ્પષ્ટ દેખાતું હતું.
જેઓ દેવ, ગુરૂ કે ધર્મની ભક્તિ કરતા હતા અને કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થતાં જ પોતાને દેવપણું શાથી મળ્યું ?
તે પ્રશ્ન થતાં પોતાના જ્ઞાનથી કે સામાનિકના વચનથી નિર્ણય કરી જેના વેગે તે મળ્યું તેની ભકિત કરવા તેઓ અહીં દડી આવતા હતા. તેવા વખતમાં ચારિત્ર લેવાનાં કારણે સહજ છે, પણ અત્યારે તો એવું એક પણ કર્યું કારણ છે કે જેનાથી કેઈને ચારિત્રની ઈચ્છા થાય? અત્યારે તો દેવનાં દર્શનનાં જ સાંસાં છે, અમુક ધર્મ કરવાથી અમુક જીવ રાજા થયે તેવા દાખલા જાણવાને પણ અવકાશ નથી, જ્ઞાની મહારાજા વિદ્યમાન હતા ત્યારે એ બધું સંભવિત હતું. અત્યારનાં જીવન જ એવાં ઢંગધડા વગરનાં છે કે જેને સદાચારનું ભાન સરખું નથી તે ત્યાં ચારિત્ર સુધીની ભાવના તેને કે તેના દાખલાથી બીજાને થાય જ ક્યાંથી ?