________________
૩૬૨
આનંદ પ્રવચન દર્શન મુદ્દાને ભેદ સંભવી શકે નહીં. જે મુદ્દાઓ જૈનશાસનમાં રજુ થયા છે તેનાથી ઊલટી જ વાત કથનીમાં સંભવી શકતી જ નથી. તમે હિંસા કરજે, જૂઠું બોલજે, ચેરી કરજે, સ્ત્રીગમન કરજે, પરિગ્રહ રાખજે, કોથાદિક કરજે ઈત્યાદિ આજ્ઞાએ કથનીમાં કદી પણ આવી શકે જ નહિ. હવે એ પ્રશ્ન મૂકીને આપણે મૂળ પ્રશ્ન, જે “દેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે પ્રશ્ન ઉપર આવીએ. -
વીતરાગપણે મતિ કેમ? શ્રીમાન જિનેશ્વરદેવોને આપણે વીતરાગ સ્વરૂપે દેખીએ છીએ. શ્રીમાન જ્ઞાનીમહારાજાએ એ અનંતા બળના સ્વામી છે. ગોવાળિયાઓ આવીને ખીલા મારી જાય છે તો પણ તેઓ એ સઘળું શાંતિથી સહન કરી લે છે. ભગવાને આવા ઘર ઉપસર્ગો વેળાએ પણ ભવ્ય શાંતિ રાખી હતી અને આપણાથી એ શાંતિ નથી રખાતી એનું શું કારણ છે ?
આ બધા વિચાર આપણને દેવતાઓના સ્વરૂપ ઉપર દેરી જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં તમે ધ્યાન દઈને જોશે તે માલુમ પડશે કે બધું કલ્યાણનું જ લક્ષણ રાખવામાં આવ્યું છે. અન્ય લક્ષણને પ્રતિમાઓમાં સ્થાન આપવામાં આવતું જ નથી. ભગવાન શ્રી મહાવીરદેવની જે પ્રતિમા છે, તે ઉપર ભગવાનની જ્ઞાનદશાનાં લક્ષણે છે. બીજાં લક્ષણ નથી. એ મુદ્દો બહુ સમજવા જેવો છે. જે ભગવાનને જેવો આકાર અને રંગ હતું, તેવા રંગ અને આકારવાળી મૂર્તિ બનાવી દેવી એટલે જ જે ઉદ્દેશ હેત તે તો ભગવાને માતાનું સ્તનપાન કર્યું હશે તે વખતની ભગવાનની મુદ્રા હેજે આનંદિત જ હશે. તે પછી શા માટે માના સાથે સ્તનપાન કરતી ભગવાનની પ્રતિમાઓ કરવામાં આવી નથી ?
આ સઘળાનું કારણ એટલું જ છે કે આ બધામાં ધ્યેય શું છે તે તરફ ધ્યાન આપીને તેને જ અનુકૂળ બધી વસ્તુઓની રચના કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે છે આથી જ વીતરાગપણાની મૂર્તિ હોવાથી એ મૂર્તિ દ્વારા આપણે વીતરાગતાના