________________
४७८
આનંદ પ્રવચન દર્શન દુનિયા કેટલી દોરંગી છે? જે કેઈ સરલ આત્માને ગુરુને ઉપદેશ લાગે તે કહેશે કે–સાધુએ ભૂરકી નાંખી ! અને બડાઈ મારતાં કહેશે સાધુ ગમે તેટલે ઉપદેશ આપે, પણ આપણને તેવું વર્તન પાલવે નહિ. અહીં પિતાની દીનતા કબૂલવી તે દૂર રહી, પણ પણ ઊલટી બડાઈ !
કેટલાક તે એમ પણ બોલે છે કે-વૈરાગ્ય શાન લાગે ? વૈરાગ્ય લગાડવામાં તે વળી એમ પણ બકે કે ઉપદેશકને સમર્થ ત્યાગ જોઈએ !” આ મેહમદિરાનું છાકટાપણું બધે બકવાટ કરાવે છે. પેલા મહાત્મા મુનિએ સંસારની અસારતા, આયુષ્યનું ક્ષણભંગુરપણું, વૈરાગ્યનાં સ્વરૂપે, દુનિયાની અજાયબ હાલત વગેરે વિસ્તારથી કહી રાજાને શેક શમનાથે ઉપદેશ તે આપ્યો પણ તે સજા! રાજા તો રાજા જ હતે એને ઉપદેશ લાગે છે તે રાજા શાને !
દીકરા તથા દીકરી પ્રત્યે ભાવનામાં ફરક શાથી?
હવે પેલો મરનારે કુંવર સારી લેગ્યાથી દેવતા થયે હતે. તે ત્યાં આવે છે, મુનિને વંદનાદિ કરી, કલેશનું સ્વરૂપ જાણી રાજાને પોતાની હાલત જણાવી પૂછે છે કે–“રાજન ! તમને પુત્રના જીવથી રાગ છે કે શરીરથી? જે જીવથી રાગ હોય તે હું મર્યો નથી, પરંતુ તે જ જીવ હું દેવતા થયે છું. અને જે પુદ્ગલથી રાગ હોય તે આ શબને સાચવી રાખે ” રાજા મૂંઝાય! હવે શું કહેવું ? રાગ તે મારાપણાના સંસ્કારને ! રાજાએ સંસાર છોડી દીધો.
ખુદ પિતાના દીકરાને કેઈને દત્તક દીધા પછી તેના પર પિતાનો હક રાગ કેટલે ? મારાપણું મૂકી દીધું એટલે ખલાસ ? દીકરા તથા દીકરી અને એક જ ઘેર અને એક રીતે જ જમ્યાં છે. છતાં ઘરની મિલકતમાં પુત્રીને હકક કેટલે રાખ્યો ? કેમ કે ભાવના છે કે પુત્રી મારી નથી. બીજે ઘેર જવાની છે. મારા-મારી મારાપણાની ભાવનાની છે. આ બધામાં મમત્વ જ કારણ છે.