________________
શરીર એટલે દરબારી જમીન
૪પ૧ ચાર વીઘા લો કે ચૌદ વીઘા લે પણ હદ છેડીને એક ગાઉ જાય, તે મૂળ જમીન સાથે લેવા દેવા નહિ, ચાર હાથ પગ નહિ. જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી કૂદાકૂદ કરી લો પણ ત્યાંથી નીકળ્યા પછી કંઈ ન વળે. તે અહીં ને અહીં ઉજજડ વેરાન પડી રહે એ કબૂલ પણ રાવળી જમીન બહાર જાય, અને એને ન મળે. અહીંના હોય તેને જ મળે.
તેમ શરીરમાંથી નીકળ્યા પછી, રાખડા થાય, તેને કૂતરા ખાય, શિયાળ ખાય પણ ત્યાં તમારે હક્ક નહીં. આને અંગે જાણીએ છીએ કે આ શરતી છે, શરત વગરનું નથી. આગાઢ નથી કે જ્યાં રહે ત્યાં પણ માલિકી જાય. શરીર આગાઢ નથી. આવી જમીનમાં આપણે રહીએ છીએ અને રહ્યા છતાં રાવળીની સ્થિતિ તપાસતા નથી.
રાળા કયાં ખરચાય? આગાઢ જમીન ઉપર બેરડું હોય ત્યાં. એટલે રાવળી જગા ઉપર રાળા ન ખરચાય. શરીરરૂપ જગ્યા તીર્થકરો અને ગણધરાદિને પણ આગાઢ વેચાણ નથી મળી તે પછી તું કઈ સ્થિતિને કે તને આગાઢ મળવાની ? કોઈને મળી નથી, મળતી નથી ને મળશે પણ નહીં. પછી ત્યાં હેરાનગતિ માટે તેટલા જ રાળા ખરચાય. રહીએ ત્યારે માનથી રહીએ. ખરચતાં વિચાર કરવો પડે તે જ વાત. અહીં આ રાવળી જમીન, તેને અંગે પુણ્ય ખરચે પણ પગ્ય ભોગવીએ તે વખતે વિચાર કરો કે શું કરીએ છીએ ? પાપ બાંધે ત્યારે વિચારી લો કે શું થશે ? જન્મથી મરણ સુધી દરેક ક્ષણે બાંધેલી પુણ્યપ્રકૃતિ તેડીએ છીએ. રાવળી જમીન માટે રાયના ખરચાય તે વિચારો છો ? ને તેમાં દેવું એ તે ગાંડે જ કરે ? કેઈ ત્યાં ખોરડું બાંધી દે, નહિતર બધું ખલાસ. બીજી જગ્યામાં જવાય, દેવાં કરાય પણ અહીં ન પાલવે, આ રાવળી જમીનમાં રાચી પુણ્યરૂપી રાવળ ખરચે અને પાપનું દેવું કરે છે. આવું કર્યા છતાં મનમાં શું હોય કે આવતી ગતિમાં દુઃખ ન મળે. સુખ કેાઈ કાળે ખસે નહિ. -આમ જીવ છે સુખ દુખ વગરનું અને કોઈ દિવસ ખસે નહિ તેવ,