________________
ઉપાધિ કેમ છૂટે?
૪૩૫ સેનાની કિંમત જાણનારે તે લેઢાને રતિએ તળવા ન જાય. - લોઢાને તે શેરથી તોળશે. તેમ આત્માનું સ્વરૂપ જાણવામાં આવશે.
ત્યારે ઉપાધિને પર સ્વરૂપે, અને આત્માના ગુણોને સ્વસ્વરૂપે જાણશે. આત્માનું ભાન થાય તે ઉપાધિ રહિત થઈ જવાશે. ઉપાધિ સ્ત્રીની જાત છે, રીસામણી છે. તે દેખે કે “મારી ઉપર આદર છે ત્યાં સુધી તે સાથે રહે, અનાદર દેખે તે પરણેલી પિયરે ભાગી જાય. ઉપાધિ ડૂબાડનારી છે, ઉપાધિને અનાદર થાય તે તે આપોઆપ ખસે.
આત્માનું જ્ઞાન થાય ત્યારે ઉપાધિ ખસે, તપસ્યા એ જ કેમનાશ કરવાને સમર્થ છે.
આત્માનું સ્વરૂપ સમજ્યા વિના તે આ જગતની કરેલી મહેનત મીટ્ટીમાં મળવાની. આત્માના ભાનને માટે જે મહેનત કરે તે સર્વ કાયમને માટે રહેવાની. કેવળજ્ઞાન અને મોક્ષ મેળવ્યું એ હંમેશાં રહેવાનું. જિંદગીમાં એક એવી વસ્તુ મેળવીએ કે તે કઈ દિવસ ન જાય, તેને માટે મહેનત કરવી. આ જગત્ની અંદર જિંદગી સુધી મહેનત કરે છે છતાં સરવાળે શૂન્ય. ઉપાધિને તે જ છેડી શકે કે જેઓ આત્મામાં લીન રહે. માટે આત્મામાં લીન રહી ઉપાધિને છેડવી એ જ શ્રેયસ્કર છે.
આત્મીયદષ્ટિએ દેવતાને ભવ પણ આત્મીયશકિતના આવિર્ભાવને વધારવા માટે અંધાપા સમાન છે.