________________
ઉપાધિ કેમ છૂટે?
[આ જીવની સ્થિતિ હરહંમેશ પલટાની છે. ધન, સ્ત્રી, કુટુંબ અને શરીર તેના મુખ મેળવવાના થાંભલા છે પણ તે બધા થાંભલા ભૂખરી માટી જેવા છે, કેમ કે જીવ મરે ત્યારે તે ચારમાંથી એક સાથે આવતું નથી. ધન ત્યાં જ પડી રહે છે, સ્ત્રી ઘરની ડેલી સુધી અને કુટુંબ સ્મશાન સુધી અને શરીર ચિતા સુધી આવે છે
એ ઉપાધિને લઈને જગતમાં દુખ છે. આત્માનું સાચું સ્વરૂપ સમજાય તે ઉપાધિ આપોઆપ ટળે, આપણે બધું જેવા પ્રયત્ન કરીએ છીએ, પણ આંખ જેમ પિતાને જોતી નથી, તેમ આપણે આપણા આત્માને જોવા મુલ પ્રયત્ન કરતા નથી અને આ પ્રયત્ન નહિ કરવાથી જ આપણે અને તે છે સંસાર રખડીએ છીએ. તિર્યંચ વગેરે ગતિમાં તે આત્મા ને ઓળખવાનું નથી બનતું પણ જે મનુષ્યભવ છે તેમાં ગત અને પૂર્વભવનો વિચાર કરવાનું બળ છે ત્યાં પણ પિતાનો વિચાર ન કરવામાં ન આવે તે આત્માની શી છે? સ્થિતિ થાય ? માટે આત્માને ઓળખી ઉપાધિ ટાળવી એ જ કર્તવ્ય છે. |
આત્માની સાચી ઓળખ વિના જીવના પલટાતા રંગ..
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન ત્રિષષ્ઠિ શલાકામાં કહે છે કે “આ સંસારમાં અનંતા જીવો છે, દરેક જીની પરિણતિ અને સાધ્ય જુદાં છે. છતાં જે વર્ગીકરણ કરવામાં આવે તે, કાળા રંગ વગેરે અનેક પ્રકારના છતાં વગીકરણ કરીએ તે પાંચ રંગ કહીએ. “જેમ રંગને અંગે અનેક ભેદો છતાં વર્ગીકરણ કરીએ ત્યારે ભેદો કહીએ છીએ તેમ દરેક જીવની જુદી જુદી ઈચ્છાઓ છે, છતાં વગીકરણ ત્યારે બે જ ઈચ્છા છે. એ સિવાય ત્રીજી ઈચ્છા નથી, ચાહે તે એકેન્દ્રિય, પંચેન્દ્રિય નારકી કે દેવતાને વિચાર કરીએ તે પણ ખરેખર ઈચ્છા બે જ છે. ઈરછા છે તે દુઃખ દુર કરવું અને સુખ.