________________
૪૦૮
આનંદ પ્રવચન દર્શન છએ કાયના જીવને કેબલ કરનાર જિનેશ્વરને માની શકે.
સમયનું જ્ઞાન આપે, પ્રદેશનું વર્ણન કરે, શબ્દના રવરૂપને જણાવે એવો આ જગતમાં બીજે કોઈપણ જ્ઞાનવાળા નથી. માત્ર તીર્થકરભગવાન જ એવા જ્ઞાનના દષ્ટા છે–વણી છે. આટલા ખાતર શ્રી જિનેશ્વરને આપણે દેવતા માનીએ છીએ. અને એ જિનેશ્વર ભગવાન જેના દેવતા છે, તે આપણે જૈન કહેવાઈએ છીએ. શ્રી જિનેશ્વરને દેવ માનીએ છીએ તે બીજા કોઈની અપેક્ષાએ માનતા નથી, પરંતુ તેમના જ્ઞાનની અપેક્ષાએ જ તેમને દેવતા માનીએ છીએ હવે ભગવાન શ્રી જિનેશ્વરએ કહેલા છએ થાય છે માનવા તેને અર્થ શી જિનેશ્વરોને માન્યા એ છે.
અર્થાત્ શ્રીમાન જિનેશ્વરદેવને દેવ માનવા અને છકાય છે માન્ય રાખવા એ બને એકબીજાના પર્યાય હોઈ તેમાંથી એક માન્યતાને માન્ય રાખનારાને અને માન્યતા માન્ય હોવી જ જોઈએ અને તેથી એ બેમાંથી ગમે તે એક માન્યતાને કબૂલ રાખવાથી અને માન્યતા માન્ય રહે છે. શ્રી જિનેશ્વરને દેવ માનવા અને એ કાયના જીવો કબૂલ ન રાખવા એ બને એવું જ નથી. છએ કાયના જીવોને કબૂલ ન રાખવા અને અર્થ જિનેશ્વરને દેવ તરીકે માનવાની ના પાડવી એટલો જ છે.
ઇદ્રિની ઓછાશે આત્મામાં ફેર હોતું નથી. આ સંસારમાં કોઈ આધળે હેય, કોઈ બહેરો હેય, કેાઈ બબડે હેય, લૂલ, લંગડો હોય તેટલા માત્રથી તેના મનુષ્યપણામાં કંઈ ખામી આવતી નથી, અથવા પ ચેન્દ્રિયમાંથી એકાદ ઇન્દ્રિયની ખોડ હોય તેથી તે કાંઈ મનુષ્ય મટી જતો નથી એ જ પ્રમાણે જીવની એકતા પણ સમજવાની છે. દીવા પર તમારે ફાવે તેવી ચીમની લગાડે. જોઈએ તે લાલ, લીલો પ્લેબ નાખો, જોઈએ તે સામાન્ય લેબ નાં ચા તે જોઈએ તે દ્રાક્ષના ઝમખા જેવા યા બીજા ફેશનેબલ લેબ આવે છે તેવા લેબ નાઓ પણ તેથી અંદરના દીવામાં જરા પણ ફેરફાર થતું જ નથી, તે જ પ્રમાણે ચાર ઈન્દ્રિવાળે દેહ હોય