________________
જન્મમાસ, ચીત્રમાસ, માસ, જન્મ તારા, કરિશયન (આષાઢ શુકલ ૧૧ થી કાર્તિક શુકલ ૧૧ સુધી) રિકતા ૪-૯-૧૪ તિથિ. વિષ્ટિ અને સમવર્ષ આ સર્વ કર્ણવેધમાં અશુભ છે.
૭૦ મુંડન કરાવાનું મુહુન श्रवणात्त्रितये हस्तत्रितये रेवतीद्वये ।। ज्योष्ठया मृगशीर्षे च पुनर्वसुद्धये तथा ।। सौम्यायने शुभेमारे चूडाकर्म स्मृतं बुधेः ।।
શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા હસ્ત, ચિત્રા, સ્વાતી, રેવતી, અશ્વિની, જયેષ્ઠા, મગશીર્ષ, પુનર્વસુ અને પુષ્ય આ નક્ષને વિષે ઉત્તરાયણના સૂર્યમાં શુભ ગ્રહના વારના દિવસે પડિતાએ મુંડન કર્મ કહેવું છે. न जन्ममासे न च जन्मय तिथौ विधा विरूद्धे शुभतारकासु ।। युग्माब्दमासे न च कृष्णपक्षे चूडा न कर्या खलु चैत्रापौषे ।
જન્મ માસ, જન્મનક્ષત્ર, જન્મતિથિ, નેક્ટ ચંદ્રમા, અશુભ તારા, સમવર્ષ, સમાસ, કૃષ્ણ પક્ષા, તથા ચૌત્ર અને પૌવ માસ મુંડન કર્મમાં વર્જિત છે.
૭૧ જન્મ વખતે ઉપસૂતિકાએ જાણવાની રીત
મીન અને મેષ લગ્ન હોય તે બે સ્ત્રીઓ વૃષભ અને કુંભ હન રાય તે ચાર શી, મકર, મિથુન, ધન અને કર્ક લગ્ન હોય તે પાંચશ્રીઓ,સિંહ કન્યા, તુલા અને વૃશ્ચિક લગ્ન થાય તે ત્રણ સ્ત્રીઓ સુવાવડી પાસે હતી એમ જાણવું.
જેટલા પાપગ્રહ હોય તેટલી વિધવાઓ, જેટલા કુર ગ્રહ હોય તેટલી કુવારીઓ અને નેટલા શુભ ગ્રહ હોય તેટલી સૌભાગ્ય વંતી સ્ત્રીઓ કહેવી.
વિભાગ પાંચમે