________________
षड्गुणा च द्वादशान्ता, शेषा पंचगुणोच्यते । भागेन च विस्तारा, कर्तव्या सर्व कामदा ॥ अधं चन्द्रा कृतिश्चव, पक्षे कुर्यात् गगारकम् । वंशोज़ कलश चैव, पक्षे घण्टा प्रलवनम् ॥
અર્થ - તે દંડની પાટલી અર્ધચંદ્ર આકારે બનાવવી અને તેની લંબાઇ દંડની જાડાઈથી સાત ગણું કરવી. આ માપ ૧ થી ૫ હાથ સુધીના દંડના પાટલીનું છે. ૬ થી ૧૨ હાથ સુધીના દંડની પાટલી દંડની જાડાઈથી છ ગણી અને તે ઉપરાંતના દડની પાટલી દંડની જાડાઈથી પાચ ગણું લાંબી કરવા જોઈએ. પાટલી પિતાની લંબઈથી અર્ધ ભાગે વિરતુત કરવી. તેને વચલે ભાગ અર્ધચંદ્રાકારે કરવું અને બંને બાજુમાં ગમારા બનાવવા. વાંચના ઉપરના ભાગે કલશ અને પાટલીના બને છેડાઓ ઉપર ઘંટડિયા લટકાવવી.
અપરાજિત પૃચ્છામાં દડ ઉપર કલશ બનાવવાનું વિધાન તે કર્યું પણ કલશની ઉંચાઈના સંબ ધમાં કાંઈ જણાવ્યું નથી. પણ બીજા ગ્રંથમાં આ સંબંધમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. ___ कलश कारये तस्याः पंचमाशेन ध्यतः ।
અર્થ - પાટલીના પથમાંશ જેટલે લાબે તે ઉપર કલાશ કરાવવા.
૨૦ ધજા પરિમાણુ દંડ ઉપર કેવા કેવા માપની જોઈએ એને પણ શિલ્પશાઓમાં નિયમ બાંધે છે, જો કે એ વિષયમાં પણ મતભેદ તે છે જ. પણ આજકાલ વિજાની લંબાઈ દઠ જેટલી જ રખાય છે અને તેની ચોડાઈ (પહેળાઈ) લંબાઈના આઠમા ભાગની હોય છે. એ વિષયમાં અપરાજિત પૃચ્છાનું વિધાન નીચે પ્રમાણે છે. ध्वजदण्ड प्रमाणेन, पताकां च प्रलम्वयेत् । पृथुत्वमप्टमाशेन, त्रिशिखामविभूषिना ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
છે ૪૪૮