________________
ફાગણ માસ આ માસની મીન સક્રાન્તિ શનિ, રવિ, મગળ કે શુક્રવારે હેય, તે ચાંદી રૂ તથા અળસીમાં ૧૦ ટકા તેજી આવે.
ખાસ નેધ - માહ, ફાગણું, રૌત્ર અને વૈશાખની સુદ 9 ના દિવસે સવાતિ નક્ષત્ર આવે તે સુકાળ થાય.
[૨૯] કરણ-સૂતા બેઠા, ઊભા વગેરે સંજ્ઞા सुप्तस्य संक्रमा नागे, तैतिले च चतुष्पदे । गरे विष्टयाम विनिष्टश्च वणिजे बालवे बवे । ऊर्ध्व स्थितस्य किस्तुघ्ने शकुनौ कौलवे भवेत् । कनिष्ट मध्येष्ट सफ्ला धान्यार्धा विष्टिसु क्रमात् ।। અથ – સૈતિક, નાગ અને ચતુષ્પદ્ધ એ ત્રણ કરણ સૂતાં છે. કિંતુ, કૌલવ અને શકુનિ એ ત્રણ ઊભા છે. ગર, વણિજ, વિષ્ટિ, બવ અને બાલવ એ પાંચ કરણ બેઠા છે.
આ કરણને ઉપયોગ સંક્રાતિના ફળમાં તથા બીજા અનેક કાર્યોમાં છે
સૂતા સરોવર ખણાવીએ, મૈકા વસાવીએ ગામ, ઊભા કટક ચલાવીએ, કરણ એહ પ્રમાણ છે તાત્પર્ય કે સરોવર દાવતાં સૂતા કરણનો યોગ જોઈએ. ગામ વસાવવા માટે બેઠા કરણને ચાગ જોઈએ. યુદ્ધમાં લશ્કર મેકલવા માટે ઊભા કરણને જેગ જોઈએ.
વળી બારે માસની સંક્રાતિ બેસે તે કરમાં વસતી હોવાથી વસ્તુઓના ભાવ તેજી મદી જાણવા માટે પણ કરણને ઉપયોગ થાય છે.
શિયાળે સૂતી ભલી, બેઠી વષ કાળ ઉનાળે ઊભી ભલી, જેવી ખરૂં નિહાલ છે
1 વિભાગ પહેલો
૧૧૪ .