________________
નાં સ્થલ સી નામ જીવન ની સાથે
અશ્વગતિના
શરીર પણ સૂક્ષ્મ છે. આ શરીર તપસ્વી, ઋહિધારી મહામુનિઓને યોગબળથી ઉત્પન્ન હોય છે. પુરુષાકારનું, એક હાથનું સફેદ બહુ સુદર. પૂતળું મસ્તકધારથી નીકળે છે અને એક અંતર્મુહૂર્ત સુધી તે બનેલું રહે છે. પછી બીજું બની શકે છે. આ શરીર સાધુની ભાવનાને અનુસાર તારની માફક કાઈ અરિહંત કેવળી કે શ્રત કેવળીના દર્શને જાય છે. કઈ તરવમાં સૂક્ષ્મ શંકા હોય તે દર્શન માત્રથી મટી જાય છે. કાર્ય પૂરું થતાં સુધી જ આ શરીર બન્યું રહે છે પછી વિલય થઈ જાય છે.
વૈદિયિક શરીર અને ઔદારિક શરીર એ બે શરીર ચાર ગતિમાંના પ્રાણીઓનાં સ્થૂળ શરીરરૂપ હોય છે. જીવન સુધી સાથે રહે છે. પછી છૂટી જાય છે. વળી નવું પ્રાપ્ત થાય છે. દેવગતિ અને નરકગતિના પ્રાણીઓનાં સ્થૂલ શરીરને વેકિયિક અને તિર્યંચ અને મનુષ્યગતિના પ્રાણીઓનાં સ્થૂલ શરીરને ઔદારિક કહે છે.
નારકીઓનું વેફિયિક શરીર બહુ અશુભ દુર્ગ ધમય આહારક વર્ગણાઓનું બને છે. એ વર્ગણા નામકર્મના ઉદયથી સ્વયં એકત્ર થઈ જાય છે, અને એક અંતર્મુહૂર્તમાં જેટલું મોટું શરીર થવું જોઈએ એટલું મોટું તૈયાર થઈ જાય છે. આ શરીર બહુ જ વિરૂપ ભયકર, બિહામણુ હુડક સંસ્થાનમય પાપકર્મના લને પ્રદર્શિત કરનાર હેય છે. આ શરીરને વૈદિયિક એટલા માટે કહે છે કે એમાં વિક્રિયા કરવાની શક્તિ હોય છે. નારકી ઇચ્છાનુસાર પિતાના શરીરને સિંહ, વરુ, કૂતરું, નાગ, ગરુડ આદિ ખરાબ પશુઓના રૂપમાં બદલી શકે છે. તે પિતાના અંગોને જ શસ્ત્ર બનાવી લે છે. પરસ્પર દુઃખ આપવાના સાધન બનાવવામાં તેમનાં શરીરે નાના પ્રકારની અભિન્ન વિક્રિયાઓ કરતા રહે છે. આ શરીરમાં એવી શક્તિ હોય છે કે છિન્નભિન્ન થવા છતાં પણ પારાની સમાન મળી જાય છે નારકી: નિરંતર વેદનાથી આકલિત થઈ એમ ઈચ્છે છે કે આ શરીર છૂટી જાય. પરંતુ પૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના તે છુટતું નથી. તેમનું અકાળ.