________________
૬૩૭
सकलविषयबीजं सर्व सावद्यमूलं
नरकनगरकेतुं चित्तजातं विहाय । अनुसर मुनिवृन्दानन्दि सन्तोषराज्य
ममिलषसि यदि त्वं जन्मबन्धव्यपायम् ॥ ४०-१६ ।। હે આત્મા ! જે તું સંસારરૂપ બ ધનેને નાશ કરવા ઇચ્છતો હેય તે સર્વ વિષયનું મૂળ, સર્વ પાપનું બીજ અને નરક નગરની વજાપ પરિગ્રહના સમૂહને ત્યાગ કર અને મુનિગણને આનંદકારી એવા સંતેષરૂપી રાજ્યને અગીકાર કર.
आशा जन्मोग्रपङ्काय शिवायाशाविपर्ययः। इति सम्यक्समालोच्य यद्धितं तस्समाचर ॥ १९-१७ ॥
સંસારના પદાર્થોની આશા સંસારરૂપ ઊંડા કાદવમાં ફસાવનાર છે. આશાને ત્યાગ (નિ:સ્પૃહતા) મોક્ષને દેનાર છે એમ ભલે પ્રકારે વિચારીને જેથી તારું હિત થાય તેવું આચરણ કર. निम्शेषक्लेशनिर्मुक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ॥ ३४-१८॥
હે આત્મા તું તારામાં જ સ્થિત સર્વ લેશેથી રહિત અમૂર્તિક પરમ ઉત્કૃષ્ટ, અવિનાશી, નિર્વિકલ્પ, અને અતીન્દ્રિય એવા તારા જ આત્મસ્વરૂપને અનુભવ કર. તેને જો. એ જ નિશ્ચયચારિત્ર છે. वयमिह परमात्मध्यानदत्तावधानाः
परिकलितपदार्थास्त्यक्तसंसारमार्गाः । यदि निकषपरीक्षासु क्षमा नो तदानीं
भजति विफलभावं सर्वथैष प्रयासः ॥ ४६-१९ ॥
મુનિરાજ વિચારે છે કે આ જગતમાં અમે પરમાત્માના ધ્યાનમાં લીન છીએ, પદાર્થોના સ્વરૂપના જ્ઞાતા છીએ અને સંસારના માર્ગના ત્યાગી છીએ. એવા હેવા છતાં જો કદાપિ ઉપસર્ગ પરિષહરૂ૫ કસેટીએ ચડતાં પરીક્ષા વખતે અસફળ થઈએ, ક્ષમા જે ન રહી,