________________
૬૦૩
દેશવિરત નામે પાંચમા ગુણસ્થાનમાં અગિયાર પ્રતિમાઓ અથવા શ્રેણીઓ આ પ્રકારે છે– (૧) દર્શન, (૨) વ્રત (૩) સામાયિક, (૪) શ્રેષધ (૫) સચિત્ત ત્યાગ, (૬) રાત્રિભુત્યિાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આર ભ ત્યાગ, (૯) પરિગ્રહ ત્યાગ, (૧૦) અનુમતિ ત્યાગ, (૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ.
उत्तमखमामद्दवजवसञ्चसउधं च संजमं चे व । तवतागमकिंचण्हं बम्हा इदि दसविहं होदि ॥७०॥
ઉત્તમ ક્ષમા, ઉત્તમ માઈવ, ઉત્તમ આજીવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમત્યાગ, ઉત્તમ આર્કિચન્ય અને ઉત્તમ બહાચર્ય; એ દશ પ્રકારે મુનિધર્મ છે. णिच्छयणयेण जीवो सागारणगारधम्मदो भिण्णो । मझत्यभावणाए सुद्धप्पं चिंतये णिचं ॥८॥
નિશ્ચયનયથી આ જીવ શ્રાવક કે મુનિધર્મ એ બનેથી ભિન્ન છે. એટલા માટે વીતરાગ ભાવનાથી માત્ર શુદ્ધાત્માન નિત્ય અનુભવ કરે જોઈએ. એ જ નિશ્ચય સમ્યફચારિત્ર છે.
मोक्खगया जे पुरिसा अणाइकालेण बारअणुवेक्खं । परिभाविऊण सम्म पणमामि पुओ पुओ तेसि ॥८९॥
અનાદિ કાળથી જેટલા મહાપુરુષે મોક્ષે ગયા છે તે અનિત્યાદિ બાર ભાવનાઓની સમ્યફ (ભલે) પ્રકારે ભાવના કરવાથી ગયા છે એટલા માટે એ બાર ભાવનાઓને વાર વાર નમસ્કાર કરું છું.
(૫) શ્રી કુંદકુંદાચાર્ય ચારિત્રપાહુડમાં કહે છે – जं जाणइ तं गाणं जं पिच्छइ तं च दंसणं भणियं । णाणस्स पिच्छियरस य समवण्णा होइ चारित्तं ॥३॥
જે જાણે છે તે જ્ઞાન છે, જે શ્રદ્ધા કરે છે તે સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનના સાગથી ચારિત્ર હેય છે.