SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ ઘટતું જાય છે, તેટલી ચંચળતા ઓછી થતી જાય છે. કષાયને. અભાવ શુદ્ધ આત્મચર્યાને નિષ્ઠમ્પ બનાવી દે છે. નિશ્ચય સચારિત્ર અથવા આત્માનુભવની પ્રાપ્તિને એક સહજ ઉપાય એ છે કે વિશ્વને અથવા સ્વપરને વ્યવહારથી જેવાનું બંધ કરી નિશ્ચયનયથી દેખવામાં આવે, તે નિશ્ચયનયની દૃષ્ટિમાં છવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ એ દ્રવ્ય પૃથક્ પૃથફ પિતાપિતાના મૂળ સ્વભાવમાં જ દેખાશે. ધર્મ, અધર્મ, કાલ, આકાશ તે સદાય સ્વભાવમાં રહે છે. તે તેવાં જ દેખવામાં આવશે, પુદગલનાં રૂપ શુદ્ધ પરમાણુરૂપે દેખાઈ આવશે. તેની શોભનિક કે અશોભનિક મકાન, મંદિર, મહેલ, વસ્ત્ર, આભૂષણ, વાસણ આદિ અવસ્થાએ બિલકુલ દેખાશે નહિ જેટલા જ છે તે સર્વે શુદ્ધ પરમાત્મા સમાન દેખાશે, પોતે પણ પરમાત્મારૂપ પિતાને માલૂમ પડશે. આ દષ્ટિથી જેવાથી રાગદ્વેષની ઉત્પત્તિનાં સર્વ કારણે દૂર થશે. મેટા નાના, ઊંચા નીચા, સ્વામી સેવક મિત્ર શત્રુ, બધુ અબંધુ, સ્ત્રી પુરુષ, માનવ પશુ એ સર્વ કલ્પનાઓ દૂર થઈ જશે. સિદ્ધ અને સંસારીનાં ભેદ પણ મટી જશે. અશુચિ કે શુચિ પદાર્થોની કલ્પના પણ ચાલી જશે. અને એનું ફળ એ થશે કે પરમ સમતાભાવ જાગૃત થઈ જશે. સમભાવરૂપી સામાયિકને ઉદય થઈ જશે. આ સ્વાત્માનુભવની પ્રાપ્તિની નીસરણી છે. વળી તે સમદષ્ટિ જ્ઞાતા આત્મા કેવળ પિતાના આત્માની તરફ ઉપયુક્ત થઈ જાય છે, કેટલાક વખત પછી નિર્વિકલ્પતા આવી જાય છે, સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે, સ્વાનુભવ થઈ જાય છે, આ જ નિશ્ચય સમ્યફચારિત્ર છે. નિશ્ચય સમ્યફડ્યારિત્ર સ્વાત્માનુભવરૂપ જ છે. ત્યાં નથી મનનું ચિંતવન કે નથી વાણીને ઉચ્ચાર કે નથી કાયાનું હલનચલન, મન વચન કાયાની ક્રિયાથી અગોચર છે. વસ્તુતાએ સ્વાત્માનુભવ થવાથી
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy