________________
૫૪૧
જ્ઞાનીને ઉચિત છે કે આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યને બુદ્ધિમાં ચિરકાળ ધારણ ન કરે. પ્રજનવશ કંઈ બીજા કામ કરવું પડે તે. વચન અને કાયાથી કરી લે પણ મનને તેમાં આસક્ત ન કરે.
अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । परात्मज्ञानसम्पन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥
કેઈ આવતી હોય તેણે વતી થઈને અવદશાના વિકલ્પ તજવા, વ્રતીએ આત્મજ્ઞાનના અભ્યાસમાં લીન થઈને વ્રત વિષેના. વિકલ્પ તજવા, જેને પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે અને તેને અનુભવ કરે છે તે પોતે અવશ્ય પરમાત્મા થઈ જાય છે. विदिताशेषशास्त्रोऽपि न जानदपि मुच्यते । देहात्मदृष्टिांतात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ॥ ९४ ॥
જે દેહમાં આત્માની બુદ્ધિ રાખે છે એ બહિરાત્મા અજ્ઞાની જીવ સર્વ શાસ્ત્રોને ભણી ગયો હોય અને જાગતે રહેતો હોય તે. પણ તે કર્મોથી મુક્ત થઈ શકતા નથી પરંતુ જે આત્મજ્ઞાની છે તે સૂતે હેય કદાચિત ઉન્મત્ત હેય, ગૃહસ્થપણામાં ફસાયેલે હેય. તે પણ તે ગમે ત્યારે અવશ્ય મુક્ત થાય છે.
(૧૮) શ્રી ગુણભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છે – अनेकान्तात्मार्थप्रसवफलभारातिविनते
___ वचः पर्णाकीण विपुलनयशाखाशतयुते । समुत्तुङ्गे सम्यक् प्रततमतिमूले प्रतिदिनं
श्रुतस्कन्धे धीमान रमयतु मनोमर्कटममुम् ॥ १७० ॥ બુદ્ધિમાનનું કર્તવ્ય એ છે કે તેણે મનરૂપી વાંદરાને શર્રપી વૃક્ષ ઉપર પ્રતિદિન રમણ કરાવવું. આ શાસ્ત્રરૂપી વૃક્ષમાં અનેકાન્તસ્વરૂપ અનેક સ્વભાવ, અને ગુણ, પર્યાયરૂપી ફળફૂલ છે તેથી તેની ગયું છે. એ વૃક્ષ વચનરૂપી પર્ણ (પાંદડા)થી વ્યાપ્ત છે, સેંકો મહાન