________________
તન્મય થઈને ભોગવતા નથી, તે પિતાના જ્ઞાનબળથી માત્ર જાણે છે કે આ કર્મોનું ફળ આવ્યું; આ બંધ છે, આ પુણ્ય છે કે આ પાપ છે. કર્મોના ઉદયથી નાના પ્રકારની મન વચન કાયાની અવસ્થાઓ થાય છે તે સર્વને જ્ઞાતા થઈને જાણે છે. શરીરમાં રોગ થયે તે પણ જાણે છે. શરીરે ભોજન કર્યું તે પણ જાણે છે, જ્ઞાની માત્ર પિતાના જ્ઞાન ભાવના કર્તા અને મેક છે, પરના કર્તા ભોક્તા થતા નથી. મન વચન કાયાનું જે કંઈ પરિણમન થાય છે તેને કર્મોદય વિકાર જાણીને જ્ઞાતા દષ્ટા સાક્ષીભૂત રહે છે. दिही सयंपि णाणं अकारयं तह अवेदयं चेव । જ્ઞાતિય વંધમોવિર્ય વમુચ ળિનાં વેર | ૨૨૦ છે.
જેમ આંખની દ્રષ્ટિ અગ્નિને માત્ર દેખે જ છે, પણ નથી અનિત બનાવતી કે નથી અગ્નિને તાપ ભગવતી, તેમ જ્ઞાની મહાત્મા નથી કર્મોને કરતા કે નથી તેને ભોગવતા. કેવલ માત્ર બંધ, મેક્ષ, કને ઉદય અને કર્મોની નિજાને જાણે જ છે. તે મન, વચન, કાયા, આઠ કર્મો, એ સર્વને ભિન્ન જાણે છે. તેની જે જે અવસ્થાઓ થાય છે તેને પિતાના આત્માની જાણતા નથી. તેને પરની જાણીને તેમાં રાગી થતા નથી, કર્મનું નાટક ઉદાસીન ભાવથી જાણતા રહે છે, તે સંસારનાટકના દષ્ટા થઈને માત્ર દેખે જ છે; તેના સ્વામી કે કર્તા-ભોક્તા બનતા નથી. નિશ્ચયથી તે પિતાને સંબંધ તેની સાથે બિલકુલ જોડતા નથી. તેમનું આત્મરસિકપણે તેમને અલિપ્ત રાખે છે.
सत्य णाणं ण हवदि जरा सत्यं ण थाणदे किंचि । तमा अण्णं गाणं अण्णं सत्थं जिणा विति ।। ३९० ।। अज्झवसाणं णाणं ण हवदि जमा अचेदणं णिच्चं । તહાં લાળ પાળે જોવા ત સ ૪૦૨ | जला जाणदि णिच्च तह्मा जीवो दु जाणगोणाणी । गाणं च जाणयादो अव्वदिरित्तं मुणेयव्वं ॥ ४०३ ।।