________________
સીડીને ત્યાગી દે છે. સમ્યફવી પિતાના આત્માને નથી બધમાં દેખાતો કે નથી તેને મેક્ષ થયો છે એમ જાણતે. તે આત્માને આત્મ દ્રવ્યરૂપ શુદ્ધ સિદ્ધસમ જ જાણે છે. બંધમાક્ષની સર્વ કપના માત્ર વ્યવહાર છે. કર્મની અપેક્ષાથી છે. આત્માને સ્વભાવ બંધ અને મેક્ષના વિકલ્પથી રહિત છે. નિશ્ચયનયથી આત્મા આત્મારૂપ જ છે. આત્મા જ સમ્યગ્દશ તરપ છે. જ્યારે નિશ્ચયનયથી મનન થવામાં પ્રમાદ આવે છે ત્યારે સાધક વ્યવહારનયથી સાત તેનું મનન કરે છે અથવા દેવપૂજા, ગુરુભક્તિ, સ્વાધ્યાય તથા સામાયિકનો આરંભ કરે છે. આ વ્યવહાર સાધન કરતાં છતાં પણ સમ્યફલ્હીની દષ્ટિ નિશ્ચયનય ઉપર રહે છે. જ્યારે નિશ્ચયનયનું આલંબન લે છે ત્યારે શુદ્ધ આત્માનું જ મનન કરે છે જ્યારે મનન કરતાં કરતાં સ્વાત્માનુભવમાં પહોંચી જાય છે ત્યારે નિશ્ચય તથા વ્યવહાર બંને પક્ષ છૂટી જાય છે.
સમ્યફGી સદા સુખી રહે છે. તેને સહજસુખ સ્વાધીન હેવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. સાંસારિક સુખ કે દુઃખ તેના મનને સમ્યકત્વથી પતિત કરતું નથી. તે તેને છાંયડા અને તડકા સમાન ક્ષણભંગુર જાણીને તેમાં મમત્વ કરતા નથી. સર્વ જીની સાથે મૈત્રીભાવ રાખતાં છતાં તે સમ્યફવી પોતાના કુટુંબના આત્માઓને પણ આત્મારૂપ જાણીને તેમનું હિત વિચારે છે. તેમની સાથે આ ધમેહ રાખતા નથી. તેમને આત્મોન્નતિમાં જોડે છે. તેમના શરીરની સારી રીતે રક્ષા કરે છે. દુઃખીઆના દુઃખને શક્તિને ન છુપાવતાં તે દુર કરે છે, અને કરુણભાવના ભાવતા રહે છે, બીજા પ્રાણિયોનાં દુઃખને દેખીને જાણે પોતાના ઉપર જ એ દુઃખ આવી પડયું હોય તેમ જાણી સકેમ્પ થઈ જાય છે અને યથાશક્તિ દુકાને દુર કરવાનો પ્રયત્ન કરે છે, ગુણવાનને દેખીને પ્રસન્ન થાય છે, તેમની ઉન્નતિ ચાહે છે, અને વળી તેમના સમાન ઉન્નતિ કરવાની ઉત્કંઠા રાખે છે. જેની સાથે પોતાને અભિપ્રાય ઈપણ પ્રકારે મળતો નથી આવતો તેના ઉપર ઠેષભાવ રાખતા નથી, કિંતુ મધ્યસ્થ