________________
૩૫૮
નિશ્ચય કરે, કમેને ક્ષય કરે કે જેથી કર્મો પુનઃ આવવા પામે નહિ અને આત્માને પુનઃ સ સારમાં આવવું થાય નહિ. જીવ અને પુદ્ગલને એક માનવાપ મિથ્યામતિનો વિનાશ કરે. આત્મશ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનને પ્રગટ કરે. શુદ્ધાત્મદષ્ટિને પ્રાપ્ત કરી આત્મધર્મને પ્રકાશ કરે. આત્મામાં જ રમણતા કરે, આત્મામાં જ સ્થિરતા કરે, મહામહને હણું બધાય દેવને દસ બનાવે. દેવને પૂજવા ચોગ્ય બને, સર્વ મેહ ક્ષય થતાં કૈવલ્ય પ્રગટે છે ત્યારે દેવતાઓ દાસ થઈ તેની ભક્તિ, સેવા, આજ્ઞા ઉઠાવે છે. આમાના અનુભવને અભ્યાસ કરે, સ્થિરતાસ્વરૂપ આત્મચારિત્રમાં નિવાસ કરે. હે ભવ્ય! હું તને પિકારી પોકારી કહું છું કે મુક્તિસુખમાં રમણ વિલાસ કરે.