________________
૩પ૬
બ્રહ્મચારી છે, આત્મા પુગલને સાથી નથી, આત્મા મહાન જ્ઞાનમયી તેજવત છે, અનંત ગુણવત છે, આત્માની મહત્તા અનંત છે, આત્મા સમાન કોઈ અન્ય ઉત્તમ નથી,ચૈતન્યાનુભવરસથી પરિપૂર્ણ ચૈિતન્યમય સર્વ પ્રદેશવંત, ચૈતન્યલક્ષણથી સંયુક્ત એવા સિદ્ધ ભગવતે કર્મ પટલ આદિ ભેદને દુર કર્યો છે.
રેખતા, અર્થે ભરમકે ત્યારસે દેખ કયા ભૂલતા,
દેખિ તુ આપમેં જિન આપને બતાયા હૈ અંતરકી દષ્ટિ બેલિ ચિદાનંદ પાઈયેગા,
બાહિરકી દષ્ટિ પૌગલીક છાયા હૈ, ગનીમનકે ભાવ સબ જુદે કરિ દેખિ તૂ,
આગે જિન દંઢા તિન ઇસી ભાંતિ પાયા હૈ છે એબ સાહિબ વિરાજતા હૈ દિલબીચ, સચ્ચા જિસકા દિલ હૈ તિરીકે દિલ આયા હૈ. ૬૦
(શતઅષ્ટોત્તરી) શ્રી જિનેશ્વરે જે તારું સ્વરૂપ કહ્યું છે તે તું જે, મિથ્યા બ્રાંતિના તેરથી તું કયાં ભૂલે છે તે જરા વિચાર અંતરદષ્ટિ ઊઘાડી જરા જે, તને ચૈતન્યસ્વરૂપાત્મા પ્રાપ્ત થશે. બાહ્યદષ્ટિથી જોશે તે આ બધી પુગલની છાયા પર્યાય દેખાશે. મનના બધા ભા તારાથી જુદા છે, વિભાવરૂપ છે એમ જાણી તું તને જે. આજ વિધિથી જેણે આત્મસ્વરૂપની ખેાજ કરી છે તે પામ્યા છે. એ નિષ્કલંક આત્મારામ સાહેબ હૃદયની મધ્યમાં બિરાજે છે. જેનું અંતઃકરણ સાચું છે તેના અંતઃકરણમાં આવ્યા છે.
સવૈયા-૩૧ દેવ એક દેહરમેં સુંદર સુ૫ બન્યો, , જ્ઞાનકે વિલાસ જાકે સિહ સમ દેખિયે; ,