________________
૩૪૦
નથી, ગુરુપણું કે શિષ્યપણું નથી, વિષયોને ભંડાર નથી, કઈ આશ્રમ જાતિ કે વર્ણ નથી, કોઈ પરનું શરણુ નથી. શુદ્ધાત્માની સમાધિ-અનુભવ ભૂમિકાનું સ્વરૂપ એવું વર્ણવ્યું છે.
સવૈયા ૨૩, જે કબધું યહ જીવ પદારથ, ઔસર પાય મિથ્યાત્વ મિટાવે; સમ્યફ ધાર પ્રવાહ વહે ગુણ, જ્ઞાન ઉરે સુખ ઊરધ ધાવે; તે અભિઅંતર દર્વિત ભાવિત, કર્મ કલેશ પ્રવેશ ન પાવે; આતમ સાધિ અધ્યાતમકે પથ, પૂરણું વહે પરબ્રહ્ના કહાવે.
ગા. ૪ અ ૦ ૬ જે કયારેય પણ આ જીવ દ્રવ્ય સમય પામી કાળ પામી મિથ્યાત્વને નાશ કરે છે અને સમ્યક્ત્વ ગુણની પરિણતિમાં પરિણમે છે તે જ્ઞાન ગુણ ઉદય થાય છે અને જીવ ઊર્વક (મુક્તિ) સન્મુખ ગમન કરે છે. તે જ્ઞાનના પ્રભાવથી અભ્યતર વ્યકર્મ અને ભાવકને કલેશ લેશપણ પ્રવેશ કરી શકતો નથી. તેથી આત્માની શુદ્ધિ પામી,અધ્યાત્મપથ આત્માનુભવને અભ્યાસ કરી આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ કરે છે તે પરબ્રહ્મ કહેવાય છે. ભેદિ મિથ્યાત્વ સુ વદિ મહારસ, ભેદ વિજ્ઞાનકળા જિનિ પાઈ, જે અપની મહિમા અવધારત, ત્યાગ કરે ઉરસ જુ પરાઈ; ઉહત રીત વસે જિનકે ઘટ, હેત નિરંતર જોતિ સવાઈ તે મતિમાન સુવર્ણ સમાન, લગે તિનકે ન શુભાશુભ કાંઈ,
ગા. ૫ અ ૬ જે મિથ્યાત્વને ભેદી, ઉપશમના મહારસને અનુભવી ભેદ વિજ્ઞાનની કલાને પ્રાપ્ત થયા છે, જે ભેદવિજ્ઞાનથી આત્મસ્વરૂપ પ્રાપ્ત કરી જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ નિજ મહત્તાને ધારણ કરે છે, અને અંતરમાંથી પરદેહાદિક સાથેની મમતાને ત્યાગ કરે છે, ઉચ્ચદશાને પામવાની રીત-અનુક્રમે વર્ધમાન થઈ શુદ્ધ પરિણામ સંયમની શ્રેણિ