________________
૩૧૬
જે મહાત્માઓએ ઈદ્રિયવિષય અને કષાયરૂપી વૈરીઓને જીવવાને અભ્યાસ કર્યો છે, લૌકિક વ્યવહાર દૂર કર્યો છે, જે બાહ્ય તેમ અત્યંતર પરિગ્રહના અશમાત્રથી પણ વિમુખ છે, જેમણે પિતાનું મન પિતાને વશ કર્યું છે, જે સંસાર, શરીર અને ભોગ સંબંધી ઉત્તમ વૈરાગ્યને પ્રાપ્ત થયા છે તે જ્ઞાની મહાત્માઓ આત્મસમાધિલીનતાનો અનુભવ કરી શરીરાદિ કર્મથી રહિત થઈ મોક્ષસ્થાનમાં જાય છે.
शूरोऽहं शुभधीरहं पटुरहं सर्वाधिकश्रीरहं । मान्योऽहं गुणवानहं विभुरहं पुंसामहं चाग्रणीः ॥ इत्यात्मन्नपहाय दुष्कृतकरी त्वं सर्वथा कल्पनाम् ।। शश्वद्ध्याय तदात्मतत्त्वममलं नश्रेयसी श्रीर्यतः ।। ६२ ।।
હે આત્મન ! હું શરીર છું, હું સુમતિવંત છું, હું ચતુર છું, હું સર્વથી અધિક ધનવાન છું, હું માનનીય છું, હું ગુણવાન છું, હું સમર્થ છું, હું પુરમાં પ્રધાન છું, એ પ્રકારની પાપખલ કરનારી કલ્પનાઓને સર્વથા ત્યાગી તું નિર્મલ આત્મસ્વભાવનું ધ્યાન કર જેથી નિર્વાણ લક્ષ્મી તને પ્રાપ્ત થાય. लब्ध्वा दुर्लभभेदयोः सपदि ये देहात्मनोरंतरम् । दग्ध्वा ध्यानहुताशनेन मुनयः शुद्धेन कर्मेधनम् ॥ लोकालोकविलोकिलोकनयना भूत्वा द्विलोकार्चिताः । पंथानं कथयति सिद्धिवसतेस्ते संतु नः सिद्धये ॥ ९४ ॥
જે મુનિ દુર્લભતાથી પમાય એવા શરીર અને આત્માના ભેદને શીધ્ર પ્રાપ્ત કરી, શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઇંધનને બાળી, લેક અને અલકને દેખનાર દેવળ જ્ઞાનરૂપી નેત્રને પામે છે તથા આ લોક અને પરલોકના પૂજ્ય થાય છે, તે મહાન પરમાત્મા મેક્ષરૂપી નિવાસને માર્ગ ઉપદેશે છે. તે તમારી સિદ્ધિને માટે થાઓ!
(૨૪) શ્રી પદ્મનંદિમુનિકૃત ધર્મોપદેશામૃતમાંથી –