________________
૨૪૨
નુભવમાં પુરુષાર્થ કરે છે, મિથ્યાભાવને ત્યાગ હેય છે અને ચિત્ત સમભાવમાં લીન થાય છે. અનાદિ, અનંત, નિર્વિકલ્પ અને શાશ્વત એવી નિશ્ચલ સ્વાભાવિક આત્મભૂમિકાનું અવલંબન કરી–પિતાના આત્મસ્વરૂપમાં વિલાસ કરતા રમતા રામ-આત્માને નિહાળે છે. આત્મારૂપ પ્રત્યક્ષ હોય છે.
રૂપ રસવંત મૂરતીક એક પુગલ,
રૂપ વિન ઔર અજીવ દ્રવ્ય દિધા હૈ. ચાર હૈ અમૂરતીક છવ ભી અમૂરતીક
યાહિતિ અમરતીક વસ્તુ ધ્યાન મુધા હૈ ઔર ન કબહૂ પ્રગટ આપ આપહીસ,
ઐસો થિર ચેતન સ્વભાવ શુદ્ધ સુધા હૈ, ચેતનકે અનુભૌ આરાધે જગ તેઈ જીવ, જિન્હકે અખંડ રસ ચાખવેકી સુધા હૈ.
ગા. ૧૧ અ. ૨ રૂપ, રસ, ગંધ અને વર્ણ યુક્ત હોવાથી એક પુદ્ગલ દ્રવ્ય મૂતિક છે. બાકીનાં ચાર અછવ દ્રવ્ય ધર્મ, અધર્મ, કાળ, અને આકાશ-પાદિ રહિત હેવાથી અમૂર્તિક છે એમ અજીવ તો બે પ્રકારે છે. ચાર અજીવ દ્રવ્યો અમૂર્તિક છે અને જીવ દ્રવ્ય પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક દ્રવ્યનું ધ્યાન વ્યર્થ છે કારણ કે અજીવ પણ અમૂર્તિક છે તે અન્ય દ્રવ્યના અવલંબનથી આત્મસ્વરૂપ કયારેય પણ પ્રગટ થતું નથી. આત્મા તો આત્માથી જ પ્રગટે છે–એવો ચેતન્યને શાશ્વત સ્થિર સ્વભાવ છે. તે સ્વભાવ જ શુદ્ધ અમૃતરસ છે. તે શુદ્ધ સ્વભાવરૂપ અમૃતરસથી જ ચિતન્ય પ્રગટ થાય છે. જગતમાં જે જીવને અખંડ એક આત્મરસનો આસ્વાદ લેવાની ભૂખ છે તે જ ચેતનાના અનુભવનું આરાધન કરે છે અર્થાત ચિતન્યભાવનાને અવલંબી ચિતન્યને પ્રગટ કરે છે.