________________
ર૩૭
આત્માનું ધ્યાન એવું કરવું જોઈએ કે હુ પરમાત્મા છું, હું જ સર્વજ્ઞ છું, હું સર્વ વ્યાપક છું, હું સિદ્ધ છું, હું જ સાધ્ય છું, હું સસારથી રહિત છું, શ્રેષ્ઠ આત્મા છું, પરમતિમય છું, વિશ્વદશી છું, નિર જન છું, ત્યારે એનું સ્વરૂપ એવું પ્રગટ થાય છે કે એ અમૂતિક છે, નિશ્ચય છે, નિષ્કલંક છે, જગતમાં શ્રેષ્ઠ છે, ચૈતન્ય માત્ર છે અને અતિશય કરી ધ્યાન અને ધ્યાતાના વિકલ્પથી રહિત છે.
(૨૫) શ્રી જ્ઞાનભૂષણ ભટ્ટારરચિત તવજ્ઞાન તરંગિણીમાંથી– नाहं किंचिन्न मे किंचिद् शुद्धचिद्रूपकं विना । तस्मादन्यत्र मे चिंता वृथा तत्र लयं भजे ॥१०-४॥
આ સંસારમાં શુચિપ સિવાય અન્ય કોઈ હું નથી, અને અન્ય ઈ પદાર્થ મારા નથી, તેથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સિવાય અન્ય કેઈ ચિંતા કરવી વૃથા છે તેથી હું તે શુદ્ધ ચિપમાં લય થાઉં છું.
न देहोऽहं न कर्माणि न मनुष्यो द्विजोऽद्विजः । नैव स्थूलो कृशो नाहं किंतु चिंद्रपलक्षणः ॥ ५-१० ॥
હું દેહ નથી, હું કર્મ નથી, મનુષ્ય નથી, હું બ્રાહ્મણ નથી, હું અબ્રાહ્મણ નથી, હું જાડ નથી, પાતળું નથી પણ હું તો એક ચૈતન્યસ્વરૂપ લક્ષણવાળો છું. (૨૬) પં, બનારસીદાસજીના નાટક સમયસારમાંથી –
સવૈયા ૨૧ જહાં શુદ્ધ જ્ઞાનકી કલા ઉદ્યોગ દીસે તહાં,
શુદ્ધતા પ્રમાણુ શુદ્ધ ચારિત્ર અંશ હૈ: તા કારણ જ્ઞાની સબ જાને ય વસ્તુ મર્મ, - વેરાગ્ય વિલાસ ધર્મ વાકે સરવંસ હૈ, રાગદ્વેષ મેહક દશાસોં ભિન્ન રહે યાતે, સર્વથા ત્રિકાલ કર્મ જાળસેં વિધ્વંસ હૈ,