________________
૧૯૪
કારી વાતોનો ઉરચાર કરે છે, કાયાને પણ સરલ અને કપટરહિત
ગ્ય ઉપયોગ કરે છે. ભાવપરિણામોમાં પણ શાંતિ રહે છે. એવા આત્માને જે નવીન જ્ઞાન ઉપદેશ આપવામાં આવે તે જેમ સફેદ કપડા ઉપર રંગ સારે ચઢે છે, તેમ અતિ ભક્તિપૂર્વક તે ગ્રહણ કરે છે, તે પિતાના અંતરમાં સુખ-શાંતિને અનુભવ કરે છે, કારણ તેના અંતરમાં માયાપિશાચનું આક્રમણ નથી, તે મલિન નથી, તે દોષી નથી. - લોભને વશ થઈ આ પ્રાણી બહુ અપવિત્ર થઈ જાય છે. સ્વાર્થી થઈ લેભ પોષાય એવા વિચાર મનમાં કરે છે. તૃષ્ણના સાધનેને મનમાં વિચાર કરતાં દયા અને ન્યાયના વિચારેને ઢાંકી દે છે. વચનથી લેભયુક્ત અને તૃણયુકત વાણી બેલે છે. તૃષ્ણાનું સાધન બને એવી ક્રિયાઓ કાયાથી કરે છે. તેને ન્યાય-અન્યાય, ધર્મ-અધર્મ, કર્તવ્ય-અકર્તવ્યનું લક્ષ રહેતું નથી. લેભમાં આંધળા થઈ નિર્બળ વિધવાઓનું ધન પણ લૂંટી લે છે; ગરીબ માણસને ઠગતાં એને જરાય દયા આવતી નથીઃ પિતાના ખાસ પરમ મિત્ર હેય તેને પણ ઠગી લે છે. જેથી આકલિત ભાવમાં શાંતિ રહેતી નથી, સુખ પણ હેતું નથી. અતિશય પૈસાદાર હોવા છતાં દુઃખી રહે છે. એવા લેભીને કાઈ નવીન જ્ઞાન-શિક્ષા ગમતી નથી. માટીથી પણ જેમ મેલું થઈ જાય છે તેમ લેભથી જીવનાં પરિણામ મલિન, થઈ જાય છે.
જો કેઈના ભાવમાં લોભ ન હોય, સંતેષ હેય તે તેનું મન નિર્મળ રહે છે. તે ચગ્ય ન્યાયયુક્ત વ્યવહારનો જ વિચાર કરે છે. સંતોષપૂર્વક ન્યાયયુક્ત વચન લે છે અને ન્યાયયુક્ત ક્રિયા કાયાથી કરે છે. તેનાં પરિણામ આકુલિત રહેતાં નથી. નિભતા હેવાથી તે સુખ શાંતિને અનુભવ કરે છે, તે જગતમાં પ્રિય હોય છે. કારણ કે લેભરૂપી ભૂતે એને વશ નથી કર્યો, તે પિતાનામાં જ છે. લેભની મૂછથી મૂર્થિત નથી.