________________
૧૭૫
ઘાનત ચદી જુગલિયે, ભવનપતિ પાતાલ, સુગઇદ અહસિંદ્ર સબ,અધિક અધિક સુખ ભાલ; અધિક અધિક સુખભાલ, કાલ તિહું નિત ગુનાકર, એક સમે સુખ સિદ્ધ, રિહ પરમાતમપદ ધર; સે નિચે તૂ આપ, પાપબિન કર્યો ન પિછાત, દરસ ગ્યાન થિર થાયઆપમેં આપ સુ દાનત. ૧૧
ઘાનતરાય કહે છે કે, ચક્રવતી, જુગલિયા, ભવનવાસી, પાતાલવાસી, સ્વર્ગના ઈન્દ્ર, અનિંદ્રએ બધા એકએકથી વિશેષ વિશેષ સુખી છે. તે સર્વેના ત્રણે કાળના સુખને અનંતગણું કરીએ તે પરમાત્માપદની રિદ્ધિને ધારણ કરતા સિદ્ધ ભગવાનના માત્ર એક સમયના સુખ સમાન થાય. તું એ સિદ્ધસમાન નિશ્ચયથી છું, છતાં તે નિર્દોષ સ્વરૂપને તું કેમ ઓળખતા નથી? ઘાનતરાય કહે છે કે અક્ષય, અનંત દર્શન-અનંત જ્ઞાનસ્વરૂપ તારા આત્મામાં તું તારા આત્માને સ્થિર કર, તેને અનુભવ કર, તે રૂપ થઈ તું શુદ્ધ સ્વરૂપમાં નિરંતર રમણુતા કર,
છhઈ: ગ્યાનરૂપ ચિલ્પ, ભૂપ સિવરૂપ અનુપમ, રિદ્ધિ સિદ્ધ નિજ વૃદ્ધ, સહજ સમૃદ્ધ સિદ્ધ સમ; અમલ અચલ અવિકલ્પ, અજલ્પ, અનલ્પ સુખાકર;
સુદ્ધ યુદ્ધ અવિરુદ્ધ સુગન-ગન–મનિરત્નાકર; ઉતપાત-નાસ–ધ્રુવ સાધુ સંત, સત્તા દરવસુ એકહી, ઘાનત આનંદ અનુભૌ દસા, બાત કહનકી હૈ નહીં. ૩
આત્મા જ્ઞાનમય છે, ચેતનસ્વરૂપ છે, અનુપમ મુક્તિસ્વરૂપને સ્વામી છે, આત્મા રિદ્ધિસિદ્ધિથી પૂર્ણ છે, સિસમાન સહજ સુખાદિસમૃદ્ધિથી સંપૂર્ણ છે, કમલરહિત, અચલ, વિક૫રહિત, અવા, અત્યંત સુખનો ભંડાર છે, શુદ્ધ, બેધમય, અબાધિત,